ગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોત

નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના…

નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના પરિવાર મિત્રો અને સ્નેહીજનો સાથે આવતા હોય છે. ત્યારે ભાવનગરના એક યાત્રિકનું ગિરનાર સીડીના ₹2500 પગથિયેથી પડી જતા મોત નીપજતાં ચકચાર મચી છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પર ઉતરતી વખતે પગ લપસી જતાં અમદાવાદના એક આધેડનું ખીણમાં ખાબકતા મોત નિપજ્યું છે. મૂળ ભાવનગરના જેસરના અને હાલ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ અમૂલભાઈ દોશી ગત 31 ડિસેમ્બરના રોજ ગિરનાર પર્વતની યાત્રાએ આવ્યા હતા. સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ પર્વતના 2500 પગથિયાં પાસે પહોંચ્યા હતા.ત્યારે અચાનક સંતુલન બગડતા તેઓ સીધા ઊંડી ખીણમાં ખાબક્યા હતા.

ઘટનાને પગલે આસપાસના યાત્રિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યાં હાજર ડોલીવાળાઓ તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા અને ખીણમાં ઉતરી આશિષભાઈને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ડોલી મારફતે નીચે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ વધુ હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતક આશિષભાઈ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં શારદા શાળા પાસે રહેતા હતા. આ અકસ્માત અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત ઇગજજ 194 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના માતા રસીલાબેન અમૂલભાઈ દોશીએ આ અંગેની જાણકારી પોલીસને આપી હતી. વર્ષના અંતિમ દિવસે બનેલી આ ઘટનાથી પરિવાર અને જેસર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *