નવા 150 ફૂટ રિંગ રોડ પર બાઈક પર જતા બે મિત્રોને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજાને ઈજા પહોંચી હતી. કણકોટના પાટીયા પાસે રત્નાવિલેજ, પેલેસ ક્ધટ્રક્શન સાઈટ પર રહેતો અને સેન્ટિંગનું કામ કરતો મુળ ઓરિસ્સાનો ડોલામણી સહદેવ ઘીવેલા (ઉ.વ.25) તેની સાથે રહેતા શબ્બીર ઉર્ફે કાળું માંજી સાથે અન્ય મિત્રનું બાઈક લઈ પોતાની સાઈટ પરથી વેજા ગામ જવા માટે નિકળ્યા હતા. નવા 150 ફૂટ રિંગ રોડ પર પહોંચતા વેજા ગામ તરફથી પૂરપાટ વેગે ધસી આવેલા ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા.
જેમાં શબ્બીર ઉર્ફે કાળુંને ગંભીર ઈજા પહોંચતા બેભાન થઈ જતા 108 બોલાવાઈ હતી.જેના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડોલામણીને ઈજા પહોંચી હતી. જાણ થતાં ગાંધીગ્રામ -2 પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી ડોલામણીની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
