વધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરાર

લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. 14/3ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.45)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ…

લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. 14/3ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.45)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ બાદસા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.જીતેશભાઇ રાણપરાએ જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહું છું અને સોનીબજાર બોઘાણી શેરી રાઘવ કુંજ કોમપ્લેક્ષ બીજા માળે દુકાન નં-201માં દુકાન ધરાવુ છું. અહિ હું કારીગરો દ્વારા સોનાના ઘરેણા બનાવવાનુ કામ કરૂૂ છુ અને મારે ત્યાં છ જેટલા માણસો કામ કરે છે. જેમાં છે શેખ બાદસા નામના કારીગરને હું કમીશન ઉપર સોનાના દાગીના બનાવવા માટે આપતો હતો. આ ઉપરાંત તે અન્યના વેપારીના પણ કમીશન ઉપર દાગીના બનાવવાનુ કામ કરતો હતો.

મારી દુકાનમાં મારી સાથે છ જેટલા કારીગરો કામ કરે છે. જે પૈકી એક કારીગર શેખ બાદસા રહે-લાલદિધીર ધાર પુરબપરા ચંદનનગર જી.હુગલી (પમિ બંગાળ)નો વતની છે અને તે એકાદ વર્ષથી કામ કરતો હતો. આ કારીગર મારા તથા અન્ય કોઇ વેપારી તેમને સોનુ કામે આપે તેમના બદલામાં તે સોનાના દાગીના કમીશનથી બનાવી અને પરત આપતો હતો. આ શેખ બાદસાને મે ગઇ 5/10ના રોજ 235.500 ગ્રામ 22 કેરેટ સોનુ સોનાના બોર બનાવવા માટે આપેલ હતુ અને તે મને આ બોર બનાવી અને પાંચેક દિવસ બાદ આ શેખ બાદસા મને બોર બનાવી અને કમીશન લઇ અને પરત આપી દેશે તેવી ખાત્રી આપી હતી. ત્યારબાદ પાંચેક દિવસ બાદ આ શેખ બાદસા દુકાન પર સોનાના દાગીના બનાવી અને પરત આપવા આવેલ ન હોઇ જેથી મેં તેને ફોન કરતાં તેણે હુ સવારે દુકાને આવુ છુ તેમ કહિ અને ફોન કટ કરી નાખેલ હતો.

જો કે ત્યારબાદ સવારે આ શેખ બાદસા મારી દુકાને દાગીના પરત કરવા આવેલ ન હોઇ જેથી મેં ફરીથી ફોન કરતાં ફોન બંધ આવતો હતો. જેથી હું શેખ બાદસાના ઘરે તપાસ કરવા જતા તાળુ જોવા મળ્યું હતું. જેથી અમોએ આજુબાજુમા તપાસ કરતા અમોને જાણવા મળેલ કે તે તેના વતનમા જતો રહ્યો છે. ત્યારબાદ મેં વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે અમારી દુકાન ઉપર આવેલ દુકાન નં-305માં સોનાનુ કામ કરતા નાજીમુદિન શેખ કે જેઓનુ 238 ગ્રામ 22 કેરેટનુ સોનુ પણ આ શેખ બાદસાને કમીશનથી દાગીના બનાવવા માટે લઇ ગયેલ છે જે સોનુ પણ આ શેખ બાદસા લઇ અને જતો રહેલ છે. આમ આ કારીગર મારુ અને નાાજીમુદ્દીન શેખ બંનેનું રર કેરેટનુ વજન 473.5 ગ્રામ વાળુ જેની કિંમત આશરે રૂૂપિયા 60,98,680 જેટલી થાય તે સોનાના દાગીના કમીશનથી બનાવવાના નામે લઇ જઇ વતનમાં ભાગી ગયો છે. શોધખોળ કરવા છતાં મળતો ન હોઇ અંતે અમે બંનેએ પોલીસને જાણ કરી હતી.આ અંગે પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *