ખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુ

ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર વ્યાસ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જય રહેલા જી.જે. 01 ડબલ્યુ.ડી. 9916 નંબરની…

ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર વ્યાસ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જય રહેલા જી.જે. 01 ડબલ્યુ.ડી. 9916 નંબરની એક મોટરકારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા એક મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે આ મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રાજુભાઈ અરજણભાઈ મકવાણાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા તેમના મિત્ર હસમુખભાઈ અમરદાસ હરીયાણીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ બનાવ અંગે મૃતકના ભાઈ દિનેશભાઈ રામાભાઈ મકવાણા (ઉ.વ. 30, રહે. જામ કલ્યાણપુર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

જુગાર
ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અજા ગગુ કારીયા (રહે. ભટ્ટગામ), મંજુબેન ઘેલાભાઈ લીબોડા, કાજલબા કેશુભા જાડેજા અને હેરીબેન ઘેલાભાઈ લીબોડાને ઝડપી લઇ, રૂૂ. 2710 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વૃધ્ધ ઇજાગ્રસ્ત
ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભાડથર ગામની મેઈન બજારમાંથી જઈ રહેલા ગઢવી કરમણભાઈ જામ નામના એક વ્યક્તિને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 11 બી.એફ. 7801 નંબરની અલટો મોટર કારના ચાલકે અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે ઇજાગ્રસ્તના પુત્ર ભોજાભાઈ કરમણભાઈ જામ (ઉ.વ. 30, રહે જામનગર, મૂળ રહે. માળી – કલ્યાણપુર) ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *