લોધીકા નજીક હડમતાળા આંબલીયાળા રોડ પર વિજ પોલ પર કામ કરી રહેલા પરપ્રાંતિય મજુર નું શોર્ટ લાગતા મોત નિપજ્યું હતુ.તેના મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ હડમતાળા આંબલીયાળા રોડ પર બજરંગ મીની ઓઇલમીલ નજીક વિજપોલ પર રીપેરીંગ કરી રહેલા મુળ રાજસ્થાન નાં અને હાલ સાંગણવા રહેતા શંકરસિંહ રાવત (ઉ.32)ને અચાનક વિજ શોર્ટ લાગતા તે ફંગોળાયા હતા. રીપેરીંગ કામ વખતે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઇ જતા કામ કરી રહેલો મજુર નીચે પટકાયો હતો અને તેનું સારવાર મળે તે પૂર્વે જ ઘટના સ્થળે મોત થયું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
