સુરતમાં સહકારી મંડળીની નોંધણીના પ્રમાણપત્ર માટે લાંચ લેતા બે અધિકારી સહિત ત્રણ ઝડપાયા

સુરતના જિલ્લા સેવાસદન-2 માં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના ઓડિટર ઘુઘાભાઈ ગોલિહ, નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેટ વારસી અહમદ શેખ અને આઉટ સોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરીને…

સુરતના જિલ્લા સેવાસદન-2 માં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના ઓડિટર ઘુઘાભાઈ ગોલિહ, નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેટ વારસી અહમદ શેખ અને આઉટ સોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરીને 20 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખસોએ મંડળીના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે લાંચ માંગી હતી. લાંચની માંગણી કરનાર ઓડિટર, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આઉટસોર્સ કર્મચારી હવે એસીબીની સકંજામાં છે.

ફરિયાદીએ પોતાની એક સહકારી મંડળીની નોંધણી કરાવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. આ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી તેનું નોંધણી પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે આરોપીઓએ સૌપ્રથમ 25,000ની લાંચ માંગી હતી. જોકે, રકઝકના અંતે 20,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ અડાજણ વિસ્તારમાં એક ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીએ ડેરી પર નાસતાના બહાને ખુરશી બેસી ગયો હતો. પછી ફરિયાદીને લાંચની રકમ લઈ ત્યાં બોલાવ્યો હતો.ઓડિટર ઘૂઘાભાઈ ગોહિલ તેમણે ફરિયાદીને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા જણાવ્યું હતું.

ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વારીસ અહમદ શેખ તેમણે ટેલિફોનિક વાતચીત કરી લાંચની રકમ સ્વીકારવા માટે મંજૂરી આપી હતી. કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ઉપરોક્ત બંને અધિકારીઓના ઈશારે કલ્પેશ ચૌધરી લાંચની રકમ લેવા માટે પહોંચ્યો હતો. જ્યારે કલ્પેશ ચૌધરીએ ફરિયાદી પાસેથી ₹20,000ની રોકડ રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ઘૂઘાભાઈ દુલાભાઈ ગોહિલ (ઓડિટર, વર્ગ-3) સાથે વારીસ અહમદ શેખ (ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-3) અને કલ્પેશ મુકેશ ચૌધરી (આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર) સામે સુરત એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *