અક્ષરનગરમાં ફઇના ઘરે યુવાનનું હાર્ટએટેકથી મોત

હાર્ટ એટેકથી વધુ એક યુવાનનુ મોત નીપજયુ છે. માંગરોળનો વતની 21 વર્ષનો યુવાન રાજકોટ ફઇના દિકરા સાથે રહી નોકરી કરતો હતો. સાંજે નોકરીએથી ઘરે આવી…

હાર્ટ એટેકથી વધુ એક યુવાનનુ મોત નીપજયુ છે. માંગરોળનો વતની 21 વર્ષનો યુવાન રાજકોટ ફઇના દિકરા સાથે રહી નોકરી કરતો હતો. સાંજે નોકરીએથી ઘરે આવી ન્હાવા ગયો ત્યારે બાથરૂૂમમાં જ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. તે માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ અને બહેનથી નાનો હતો.

જાણવા મળ્યા મુજબ માંગરોળનો વતની રાજદિપ ભુપેન્દ્રભાઇ નકુમ-સતવારા (ઉ.વ.21) હાલ રાજકોટગાંધીગ્રામ લાખના બંગલા પાસે અક્ષરનગરમાં ફઇના દિકરા ભાવીકભાઇ સાથે રહેતો હતો અને અતુલ મોટર્સમાં નોકરી કરતો હતો. ગત સાંજે સાઠા આઠેક વાગ્યે તે નોકરી પુરી કરીને ઘરે આવ્યો હતો અને ન્હાવા માટે બાથરૂૂમમાં ગયો હતો.

જો કે લાંબો સમય સુધી તે બાથરૂૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં તે બાથરૂૂમમાં બેભાન હાલતમાં મળી આવતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજદિપ એક બહેનથી મોટો હતો અને માતા-પિતાનો એક જ દિકરો હતો. તેના પિતા ભુપેન્દ્રભાઇ નકુમ માંગરોળમાં ટુવ્હીલરનું ગેરેજ ચલાવે છે. રાજદિપ રાજકોટમાં અતુલ મોટર્સમાં નોકરી કરતો હતો. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનો રિપોર્ટ આવ્યાનું સગાએ જણાવ્યું હતું. મૃતદેહને અંતિમવિધી માટે વતન માંગરોળ લઇ જવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *