હિટ એન્ડ રન: કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે બસ અડફેટે રાહદારી વૃધ્ધનું મોત

શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા છે જયારે વધુ એક બનાવમા મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટીમા રહેતા…

શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા છે જયારે વધુ એક બનાવમા મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટીમા રહેતા વૃધ્ધ કોઠારીયા સોલવન્ટ વીસ્તારમા અગાઉ કામ કરતા હતા તે કારખાને આટો મારી પરત ફરતા હતા ત્યારે અજાણ્યા બસ ચાલકે રાહદારી વૃધ્ધને ઠોકરે ચડાવ્યા હતા . હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા વૃધ્ધનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મવડી ચોકડી નજીક આવેલ ન્યુ જલારામ સોસાયટીમા રહેતા ભરતભાઇ મોનજીભાઇ અંબાસણા નામનાં 64 વર્ષનાં વૃધ્ધ બપોરનાં બારેક વાગ્યાનાં અરસામા કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી ચાલીને જઇ રહયા હતા ત્યારે અજાણ્યા બસ ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો .
અકસ્માત સર્જી બસ ચાલક નાસી છુટયો હતો . ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક ભરતભાઇ અંબાસણા ત્રણ ભાઇ એક બહેનમા મોટા હતા. અને તેમને સંતાનમા ચાર પુત્રી અને એક પુત્ર છે. ભરતભાઇ અંબાસણા અગાઉ જે કારખાનામા કામ કરતા હતા તે કારખાનાની બસમા બેસીને કારખાને આટો મારવા ગયા હતા . અને ત્યાથી પરત ફરતા હતા .

ત્યારે અજાણ્યા બસ ચાલકે ઠોકરે ચડાવતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *