ધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોત

  જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગા ના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા…

 

જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગા ના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા 22 ઘેટા ના મૃત્યુ નિપજ્યાનું આજે સવારે ખૂલ્વા પામ્યું છે.

આજે વહેલી સવારે જ્યારે ભીખાભાઈના પરિવારજનો વાડામાં ગયા ત્યારે તેઓએ એકસાથે 22 ઘેટાને મૃત્યુ પામેલા જોઈ આ પરિવાર હેબતાઈ ગયો હતો. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસની ટીમ અને ધ્રોલથી પશુ ચિકિત્સા વિભાગના ડો. ઘેટીયા સ્થળ પર પહોંચી ગયા હતા.

પ્રાથમિક તપાસ મા આ ઘેટા ઓ પર મોડીરાત્રે કોઈ જંગલી અથવા હિંસક પશુ એ હુમલો કરી તેઓનું મારણ કર્યાનું જણાઈ આવ્યું છે. મોટી સંખ્યામાં પશુધન ગૂમાવતા આ માલધારી પરિવાર ઉપર મોટી આફત આવી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *