જામનગર શહેરમા ફુટપાથ ઉપર તેમજ જાહેર રોડ રસ્તા માં એકલવાયુ જીવન જીવતા ભીક્ષુકો તેમજ રખડતા ભટકતા માણસો તથા બાળકો તેમજ નિરાધાર વૃધ્ધોને સરકાર ની રેઈન બસેરા યોજના અંતર્ગત આવરી લેવા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલા ની સુચના મુજબ પોલીસે કામગીરી કરી હતી.
જામનગર સીટી એ. ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ સીટી એ. ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો નાઇટ દરમ્યાન જાહેર રોડ રસ્તામાં એકલવાયુ જીવન જીવતા ભીક્ષુકો તેમજ રખડતા ભટકતા માણસો તથા બાળકો તેમજ નિરાધાર વૃધ્ધોને શોધવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા દરમ્યાન ભીડભંજન મહાદેવના મંદિરના ઓટલા ઉપર 6 બાળકો તેમજ તેમના માતા-પિતા મળી કુલ- 8 નીરાધાર વ્યક્તિઓ સુતા હતા, તેઓની સાથે મુલાકાત કરી તેઓને સમજાવી તેઓના સર સામાન સાથે ગાડીની વ્યવસ્થા કરાવી સરકાર ની યોજના અંતર્ગત રેઇન બસેરામાં મોકલી આપી રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી ને પ્રસંસનીય કામગીરી કરી હતી.અને હાલ તેઓ નસ્ત્રરેઇન બસેરા નસ્ત્ર માં રહે છે.
