રાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદ

ક્ધટેનર સુદાન પહોંચતા 9.619 મે.ટન માલ ઓછો હોવાનું માલુમ પડયું રાજકોટથી સીંગતેલ ભરીને મુંદરા આપવા નીકળેલાં ટ્રેઇલર ક્ધટેનરમાંથી રૂૂા. 14,13,822નો માલ બારોબાર કાઢી વેચી દેવાતાં…

ક્ધટેનર સુદાન પહોંચતા 9.619 મે.ટન માલ ઓછો હોવાનું માલુમ પડયું

રાજકોટથી સીંગતેલ ભરીને મુંદરા આપવા નીકળેલાં ટ્રેઇલર ક્ધટેનરમાંથી રૂૂા. 14,13,822નો માલ બારોબાર કાઢી વેચી દેવાતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ગાંધીધામની જે.આર. રોડલાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરનાર મુકેશ ધનજી છૈયાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કંપનીમાં ગત તા. 30-6ના મોહનસિંઘ બાલુસિંઘના આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયન્સ રજૂ કરી ધર્મારામ અંકારામ નામનો શખ્સ નોકરીએ ચડયો હતો, તેણે અગાઉ ખેડૂત સોલ્વેલ પ્રા.લિ.માંથી સિંગતેલ ભરી મુંદરા ખાતે પહોંચાડયું હતું, જે ક્ધટેનર ક્વિંગડાઉ ચાઇના પહોંચતાં તેમાં 5.93 મેટ્રિક ટન ઓછો માલ હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવ અંગે અગાઉ ફરિયાદ કરાઇ હતી, બાદમાં ફરિયાદીની કંપનીને રાજકોટની હાજી અલીમહમદ મુસા કંપનીએ મુંદરા પોર્ટ ખાતે તેલ પહોંચાડવાની વરધી આપી હતી. ટ્રેઇલર નંબર જીજે-12-બીડબલ્યુ-5840નો ચાલક ધર્મારામ રાજકોટ ગયો હતો. જ્યાંથી ક્ધટેનરમાં 11.590 મેટ્રિક ટન સીંગતેલ ભરી મુંદરા આવવા નીકળ્યો હતો. બાદમાં ભચાઉથી ગાંધીધામ આવતા માર્ગ ઉપર વિરાગા હોટેલ આગળ ગોલ્ડન ઇગલ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ પાસે નાની ચીરઇના ભરત કરશન ઝરૂૂ સાથે મળીને ક્ધટેનરમાંથી રૂૂા. 14,13,822નું 9.619 મેટ્રિક ટન તેલ બારોબાર કાઢી લીધું હતું. આ ક્ધટેનર સુદાન પહોંચતાં તેમાં 9.619 મે. ટન ઓછો માલ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. વિશ્વાસઘાત, છેતરપિંડીના આ બનાવ અંગે ભચાઉ પોલીસે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *