મોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાત

મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…

મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે પોલીસે આપઘાતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે.ઉત્તરપ્રદેશ વતની હાલ મોરબીના પાવડીયારી પાસે એકઝોલી સિરામિકમાં રહીને કામ કરતા ગોવિંદકુમાર રામદીન ગૌતમ (ઉ.વ.18) નામના યુવાને મોરબી તાલુકા શાળા નં 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

ઝેરી દવા પી લેતા મોત
મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા પુનમબેન યોગેશભાઈ ઝાલા (ઉ.વ.19) નામની પરિણીતા ગત તા. 10 ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા સારવારમાં મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પુનમબેનના બે મહિના પૂર્વે પ્રેમલગ્ન થયા હતા યોગેશભાઈની તબિયત સારી ના હોવાથી યોગેશભાઈની સગી બહેન ક્રિષ્ના માથું દબાવતી હતી. જેનું માઠું લાગતા પુનમબેન ઘરમાં રહેલ ઉંદર મારવાની જલ્લાદ નામની દવાની બોટલમાંથી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *