હિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત

સંબંધીની ખબર પૂછી પરત ફરતી વખતે બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાઇ કરૂણાંતિકા શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં આજીડેમ રામવન નજીક અજાણ્યા…

સંબંધીની ખબર પૂછી પરત ફરતી વખતે બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાઇ કરૂણાંતિકા

શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં આજીડેમ રામવન નજીક અજાણ્યા બોલેરોનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકસવાર પતિ-પત્નિ ફંગોળાઇ જતાં પત્નિનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતાં આ દંપતિ ખંડીત થઇ ગયું હતું. કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે રહેતાં પતિ-પત્નિ મોટા બાની ખબર કાઢીને પરત આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે ખોડલધામ સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ બચુભાઇ કોટડીયા (ઉ.વ.50) ગત સાંજે પોતાના બાઇકમાં પત્નિ શારદાબેનને બેસાડી ગોંડલ રોડ પીરવાડી પાસે મોટા બાના ઘરે તેમની ખબર કાઢવા ગયા હતાં. બંને રાતે દસેક વાગ્યે ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે આજીડેમના રસ્તે રામવન નજીક પહોંચ્યા તે વખતે બાઇકને પાછળથી કોઇ અજાણ્યો બોલેરોનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

આ અકસ્માતને કારણે પતિ-પત્નિ બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં રાજેશભાઇને નજીવી ઇજા થઇ હતી. જ્યારે તેમના પત્નિ શારદાબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ સહિતે આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્યુ પામનાર શારદાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ રાજેશભાઇ કોટડીયા છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. અકસમાત સર્જી ભાગી ગયેલા બોલેરો ચાલકને શોધવા આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *