ગોંડલના ભરૂડીમાં શ્રમિક યુવાન ઉપર બે પરપ્રાંતિય શખ્સોનો હુમલો

ગોંડલના ભરુડી ગામે ભાષા આવડવા મુદે યુવાન સાથે ઝઘડો કરી બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ…

ગોંડલના ભરુડી ગામે ભાષા આવડવા મુદે યુવાન સાથે ઝઘડો કરી બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલનાં ભરુડી ગામે રહેતો રમેશ કેદારભાઇ યાદવ નામનો 34 વર્ષનો યુવાન પોતાનાં ઘર પાસે હતો ત્યારે ક્રિષ્ના અને મુનાએ તુ 15 વર્ષથી અહી રહે છે તને ગુજરાતી આવડે છે. તેવુ કહેતા રમેશ યાદવે તુ અંગ્રેજની ઓલાદ છે. તેમ કહેતા બંને શખ્સોએ ગાળો ભાંડી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.

અન્ય બનાવમા મેટોડામા આવેલા અંજલી પાર્કમા રહેતા દીલીપ જીવાભાઇ ખાણીયા (ઉ.વ. ર7 ) અને ચોટીલામા આવેલા મફતીયાપરા વિસ્તારમા રહેતો દેવશીભાઇ કમાભાઇ વઘેરા (ઉ.વ. પર ) એ પોત પોતાનાં ઘરે એસીડ પી લીધુ હતુ યુવક અને આધેડને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *