રાજકોટ સહિત 36 મુસાફરોને શિકાર બનાવનાર રિક્ષા ગેંગનો સભ્ય ઝડપાયો

રાજકોટ,જામનગર અને સુરેન્દ્રનગરમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી ઉલ્ટી કરવાનું નાટક કરી નજર ચુકવી રૂૂપિયા ચોરી લેતી રિક્ષા ગેંગનાં એક સભ્યને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ પુછપરછ કરતા…

રાજકોટ,જામનગર અને સુરેન્દ્રનગરમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી ઉલ્ટી કરવાનું નાટક કરી નજર ચુકવી રૂૂપિયા ચોરી લેતી રિક્ષા ગેંગનાં એક સભ્યને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ પુછપરછ કરતા આ ટોળકીએ છેલ્લા 15 દિવસમાં 36 મુસાફરોની નજર ચુકવી રોકડની ચોરી કરી હોવાનુ ખુલ્યું છે.

પકડાયેલ રિક્ષા ચાલકે તેના બે સાગ્રીતો સાથે મળી રાજકોટના જામનગર હાઈવે,આજીડેમ ચોકડી,ભાવનગર રોડ,ગોંડલ ચોકડી,આનંદ બંગલા ચોક, ગુંદાવાડી, હોસ્પીટલ ચોક,ગોંડલ ચોકડી નાલા પાસે,અટીકા, ચુનારાવ ઈંડ, માલધારી ફાટક, ગોંડલ રોડ, પુનિતનગર, સાઈબાબા સર્કલ,કેસરી પુલ, બસ સ્ટેશન, ડોળીયા બાઉન્ટ્રી, કુવાડવા જીઆઈડીસી,બેડી ચોકડી અને જામનગર ખાતે મળી કુલ 36 મુસાફરોને શિકાર બનાવ્યા હતા.

ચાર દિવસ પુર્વે હોસ્પીટલ ચોક પાસેથી રિક્ષામાં બેસેલા મુસાફરની 9 હજારની રોકડની ચોરી થઇ હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા અને સંજયભાઈ ખાખરીયાએ બાતમીને આધારે રિક્ષા નંબર જીજે-03-બીયુ-1859 ના ચાલક હુડકો ચોકડી પાસે શક્તિનગર કારખાનાની ઓરડીમાં રહેતા ચાલક પ્રકાશ નરેન્દ્રભાઈ હળદરીયા (ઉ.વ.25)ની ધરપકડ કરી રિક્ષા સહીત રૂૂ.1.06 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

પ્રકાશની પુછતાછ કરતા તેને કોઠી કંપાઉન્ડ પાસે રહેતા નામચીન ધનજી ઉર્ફે ધને ધેડાણી સહીત અન્ય સાગ્રીત સાથે મળી છેલ્લા 15 દિવસમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર પંથકમાં 36 સ્થળોએ ચોરી કરી હતી. અલગ-અલગ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી તેની પાસેથી કુલ 36 ચોરીઓ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અન્ય સાગ્રીતોને પકડવા ક્રાઇમ બ્રાંચે તપાસ શરુ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની ટીમના પી.એસ.આઈ એ.એન. પરમાર, એ.એસ.આઇ. અશોક કલાલ, સંજયભાઇ દાફડા, સુભાષભાઇ ધોધારી, ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ, તુલશીભાઇ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *