જેતપુરમાં ન્હાવા ગયેલા યુવાને કૂદકો મારતા કેનાલના બદલે ખાડામાં ખાબકતા મોત

જેતપુરમાં રહેતો યુવાન કેનાલમાં ન્હાવા ગયો હતો ત્યારે કુદકો મારતાં કેનાલના બદલે ખાડામાં ખાબકયો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની…

જેતપુરમાં રહેતો યુવાન કેનાલમાં ન્હાવા ગયો હતો ત્યારે કુદકો મારતાં કેનાલના બદલે ખાડામાં ખાબકયો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જેતપુરમાં આવેલી જાગૃતિનગર સોસાયટીમાં રહેતાં કમલ જયકરણ વર્મા નામનો 24 વર્ષનો યુવાન ગત તા.19નાં રોજ બપોરના સમયે જેતપુરમાં આવેલા કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે યુવાને કુદકો મારતાં કેનાલના બદલે ખાડામાં પટકાયો હતો.

યુવકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ યુપીનો વતની હતો અને સાત ભાઈ એક બહેનમાં વચેટ હતો. છેલ્લા છ વર્ષથી જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં શાપર વેરાવળમાં આવેલા રામા પ્લાસ્ટીક નામના કારખાનામાં કામ કરતો આકસા બલરામભાઈ નાયક નામનો 20 વર્ષનો યુવાન અકસ્માતે 20 ફુટ જેટલી ઉંચાઈએથી ગબડી પડયો હતો. યુવકનું ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *