રાજકોટ, પંચમહાલ અને જામનગર તેમજ પડધરી પોલીસ મથકમાં 8 જેટલા ગુન્હા માં સંડોવાયેલા અને તાલુકા પોલીસમાં 2023ની સાલમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં છેલ્લા 22 મહિનાથી વોન્ટેડ શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે વેશપલ્ટો કરી રિક્ષા ચાલક બની ઝડપી લઇ તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. પકડાયેલ આરોપી ફોનનો ઉપયોગ કરતો ન હોય જેથી તેનું કોઈ લોકેશન પોલીસને મળતું ન હતું.
ગુન્હો નોધાયા બાદ તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને ક્રાઈમ બ્રાંચ તેની શોધખોળ કરતી હતી
ન્યારા ગામનો ભરત દાનાભાઈ મુછડિયા (ઉ.વ.44) સામે વર્ષ 2023માં ગુજસીટોકનો ગુનો નોંધાયો ત્યારથી ભરત વોન્ટેડ હતો ભરત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હોય જેથી તેનું કોઈ લોકેશન પોલીસને મળતું ન હતું.
ગુન્હો નોધાયા બાદ તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને ક્રાઈમ બ્રાંચ તેની શોધખોળ કરતી હતી પરંતુ હાથમાં આવતો ન હતો. ક્રાઈમબ્રાંચના એએસઆઈ સંજયભાઈ દાફડા રણજીતસિંહ પઢારીયા અને ક્રિપાલસિંહ ઝાલાને બાતમી મળી કે ભરત કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક નાસ્તો કરવા આવ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વેશપલ્ટો કરી રીક્ષા ચાલક બની ઓટો રિક્ષામાં જઈ તેને દબોચી લીધો હતો.
આરોપી ભરત વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ત્રાસનો, પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશનમાં હુમલાનો, રાજકોટના ક્રાઈમ બ્રાંચ, પ્ર.નગર, ગાંધીગ્રામ, તાલુકા પોલીસમાં બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવો, અપહરણ, પ્રોહીબીશન, છેતરપિંડી અને મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. કાલાવડ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો પણ ગુનો નોંધાયો હતો. તેના વિરૂૂધ્ધ રાજકોટ, પંચમહાલ અને જામનગર તેમજ પડધરી પોલીસ મથકમાં કુલ 8 ગુના નોંધાયેલ છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ એ.એન. પરમાર, એ.એસ.આઇ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ આર.જાડેજા, તથા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, સંજયભાઇ રૂૂપાપરા, સુભાષભાઇ ધોધારી, પ્રતીકસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ. તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, રામશીભાઇ કળોતરા દ્વારા સંયુકત કામગીરી કરવામાં આવેલ છે.
