નવરાત્રીનાં પાવન પર્વનાં 7 મા નોરતે યમદુતોએ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ધામા નાખ્યા હોય તેમ સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે આવેલા 13 લોકોનાં મૃત્યુ નીપજયા છે જેમા ભરુડી ટોક નાકા પાસે રાજકોટનાં આઇટીઆઇનાં છાત્રનુ હિટ એન્ડ રનની ઘટનામા , જસદણનાં બોઘરાવદર ગામે હોસ્ટેલમા રહી ધો. 1ર મા અભ્યાસ કરતા વિધાર્થીનુ ઝેરી દવા પી, જેતપુરનાં ભોજાદાર ગામે ગરબી જોવા નીકળેલા યુવકનુ બાઇક અકસ્માતમા અને રાજકોટ સ્થિત જામદુધઇ ગામે દરગાહમા દર્શને ગયેલા પ્રૌઢ સહીત બે નાં હૃદય રોગનાં હુમલાથી અને રાજકોટથી ગોંડલનાં ડોડીયાળા ગામે દોહીત્રનાં દશેરા લઇને જતા નાનીનુ કાર અકસ્માતમા અને વેરાવળમા ટ્રેન હડફેટે આધેડનુ તેમજ જસદણમા ઝેરી દવા પી લેનાર યુવાનનુ સારવારમા મોત નીપજયુ છે.
13 લોકોનાં અપમૃત્યુ નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
જોડિયાના જામદુધઇમાં દરગાહે દર્શન કરવા ગયેલા રાજકોટના પ્રૌઢનું હાર્ટ ફેલ
કોટડાસાંગાણીના પીપલાણા ગામે કારખાનામાં કામ કરતા શ્રમિકનું હૃદય રોગના હુમલાથી મોત
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમા રાજકોટમા શ્રોફ રોડ પર રહેતા યારમહોમદભાઇ હાસમભાઇ સંઘવાણી નામનાં 44 વર્ષનાં પ્રૌઢ જોડીયાનાં જામ દુધઇ ગામે આવેલી દરગાહમા દર્શન કરવા માટે ગયા હતા.
ત્યારે તે બેભાન હાલતમા ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી યારમહોમદભાઇ સંઘવાણીનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા માતમ છવાઇ ગયો હતો. પ્રાથમીક તપાસમા યારમહોમદભાઇ ત્રણ ભાઇમા વચેટ અને તેમને સંતાનમા ચાર પુત્રી છે.
પરીવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા બનાવમા કોટડા સાંગાણીનાં પીપલાણા ગામે કારખાનામા કામ કરતા દીલીપભાઇ કરમણચંદભાઇ તાતી નામનો 40 વર્ષનો યુવાન કારખાનામા કામ કરતો હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયો હતો . યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો જયા તેમનુ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થયો હતો.
વેરાવળમાં ટ્રેન અડફેટે ઘવાયેલા આધેડનું મોત
જસદણમાં ઝેરી દવા પી લેનાર યુવાને દમ તોડયો
વેરાવળમા રહેતા કાદરભાઇ નાથાભાઇ જેઠવા નામનાં પપ વર્ષનાં આધેડ બે દિવસ પુર્વે વેરાવળમા રેલવે ફાટક ક્રોસ કરતા હતા ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા ઇજા પહોંચી હતી આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ સારવારમા મોત નીપજતા પરીવારમા માતમ છવાયો હતો આ ઉપરાંત બીજા બનાવમા જસદણમા આવેલા વાસુરપરામા રહેતા અજયભાઇ રમેશભાઇ રવૈયા નામનાં 30 વર્ષનાં યુવાન કોઇ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઇ લીધા હતા યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો જયા તેમનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે પ્રાથમીક તપાસમા મૃતક યુવાને ડીપ્રેશનમા ઝેરી ટીકડા ખાઇ લીધા હોવાનુ જાણવા મળ્યુ છે.
રાજકોટથી ગોંડલના ડોડિયાળા ગામે દોહીત્રના દશેરા દેવા જતા નાનીનું કાર અકસ્માતમાં મોત
મવૈયા પાસે કાર ઝાડ સાથે અથડાતા ઘટના ઘટી’તી; વૃધ્ધાએ સારવારમાં દમ તોડયો
રાજકોટમા રહેતા જીવતીબેન કનુભાઇ પણસારા નામનાં 79 વર્ષનાં વૃધ્ધા ગોંડલનાં ડોડીયાળા ગામે દોહીત્રનાં દશેરા દેવા જતા હતા ત્યારે મવૈયા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા જીવતીબેન પણસારાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા જયા વૃધ્ધાનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમીક તપાસમા મૃતક જીવતીબેન પણસારાને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે જીવતીબેનનાં દોહીત્રનુ ગોંડલનાં ડોડીયાળા ગામે સગપણ કર્યુ હોવાથી કાર લઇ પરીવાર દશેરા દેવા જતો હતો . ત્યારે મવૈયા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમા જીવતીબેન પણસારાનુ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
