29 તોલા દાગીના ઓળવી જવાના કેસમાં પાબારી દંપતીના આગોતરા જામીન મંજૂર

શેર બજારમાં નુકસાન જવાને કારણે દેણું ચૂકવવા 6 વ્યાજખોરો પાસેથી લીધેલા નાણાંની ધાક ધમકી, મારકુટથી ઉઘરાણી મામલે નોંધાયેલી ફરિયાદમાં ગીરો મુકેલા 29 તોલા દાગીના ઓગાળી…

શેર બજારમાં નુકસાન જવાને કારણે દેણું ચૂકવવા 6 વ્યાજખોરો પાસેથી લીધેલા નાણાંની ધાક ધમકી, મારકુટથી ઉઘરાણી મામલે નોંધાયેલી ફરિયાદમાં ગીરો મુકેલા 29 તોલા દાગીના ઓગાળી નાખી ઓળવી જવાના નોંધાયેલા ગુનામાં પાબારી દંપતીએ કરેલી આગોતરા જામીનઅરજી અદાલત દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, ફરિયાદી સાગર ભાવેશભાઈ ગજ્જર (રહે. ઓમ રેસિડેન્સી, ભીમનગર પાસે)એ તાલુકા પો.સ્ટેમાં ફરિયાદ આપી હતી.

ચારેક વર્ષ પહેલા કોરોનાના સમય ગાળા દરમિયાન જે તે વખતે રવિરત્ન પાર્કમાં રહેતા હતા ત્યારે પોતાનું અને માતાનું ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેર બજારમાં ઓનલાઇન ટ્રેડિંગ કરતા હતા, ઘરની પાસે આવેલ પાનવાળા બે જણાએ પોતાના અને માતાના ખાતામાં 5.50 લાખ ટ્રાન્સફર કરી ટ્રેડિંગમાં ભાગીદારી શરૂૂ કરી હતી, તેમાં આશરે 3 લાખ રૂૂપિયાની નુકશાની આવતા બંને પાર્ટનરે રૂૂ. સાડા પાંચ લાખ અને અત્યાર સુધીનો નફો સહિતની રકમની રૂૂબરૂૂ અને અવાર નવાર ફોન ઉપર ધાક ધમકીથી ઉઘરાણી કરતા હોવાથી પોતે 6 જેટલા લોકો પાસે ઊંચા વ્યાજે પૈસા લીધા હતા, જેથી આ પૈસા ન ચૂકવી શકતા આ બધા માનસિક ત્રાસ આપી પૈસાની ઉઘરાણી કરતાં હોય જેથી આ લોકોના વ્યાજની ઉઘરાણી ત્રાસી સાગર ગજ્જરે ઊંઘની દવાનો ઓવરડોઝ લઈ લેતા બેભાન થઈ ગયેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જયદીપ બોરિચા અને જનક બોરિચા સહિત ના 6 વ્યાજ ખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદમાં ડેનિશ ધર્મેશ પાબારીનું નામ હોય જેની પાસેથી ફરિયાદીએ 15 લાખ વ્યાજે લઈ 29 તોલા દાગીના ઓળવી ગયાનું જણાવ્યું હોય પોલીસે ડેનિશની ધરપકડ કરેલ, જેના નિવેદનમાં આ 29 તોલા દાગીના તેણે તેના પપ્પા ધર્મેન્દ્રભાઈ પાબારીની સમંતીથી હેનીબેન પાબારીના લોકરમાં મુકેલ હોય તેવું જણાવેલ હોય એવું પોલીસનું કહેવું હોય જેથી ધર્મેન્દ્ર તથા હેનીબેન પાબારીની નોટિસ મોકલેલ, ધરપકડની તજવીજ હાથ ધરતા પાબારી દંપતીએ આગોતરા જામીન અરજી કરી હતી.

તેમાં દંપતી વતી વકીલ કુલદીપસિંહ બી. જાડેજાએ કરેલી દલીલો તેમજ તેમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઓથોરિટી રૂૂપ ચુકાદા ધ્યાને લઇ પાબારી દંપતીને 15 લાખ વ્યાજે આપી 29 તોલા સોનું ઓળવી જવાના આરોપમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કામમાં પાબારી દંપતી વતી વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા જાડેજા, રવિરાજસિંહ પરમાર, શુભાંગીનીબા ઝાલા, લક્કીરાજસિંહ જાડેજા રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *