રાષ્ટ્રીય શાળા, બેડીપરા અને મોચી બજારમાં ફરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવો

એ-ડિવિઝન પોલીસ મથકમાં લોકદરબાર યોજાયો ; જયુબિલી માર્કેટ, રામનાથપરા, દાણાપીઠ અને લાખાજીરાજ રોડ પર પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ જિલ્લા ગાર્ડન પાસે લારીવાળાઓનો ત્રાસ, ટ્રાફિક પોઇન્ટ…

એ-ડિવિઝન પોલીસ મથકમાં લોકદરબાર યોજાયો ; જયુબિલી માર્કેટ, રામનાથપરા, દાણાપીઠ અને લાખાજીરાજ રોડ પર પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ

જિલ્લા ગાર્ડન પાસે લારીવાળાઓનો ત્રાસ, ટ્રાફિક પોઇન્ટ રાખવા રજુઆત

પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ જળવાય રહે માટે રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે વિસ્તારનાં લોકો સાથે લોક દરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ લોક દરબારમા પ્રજા તરફથી ટ્રાફીક , વિસ્તારમા પેટ્રોલીંગ કરવુ અને શાળા-કોલેજો તેમજ બાગ-બગીચા અને શાક માર્કેટ પાસે પડયા પાર્થયા રહેતા આવારા તત્વોને પકડી કાયદાનુ ભાન કરાવવા રજુઆત કરવામા આવી હતી.

વધુ વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથક ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇ , ડીસીપી ઝોન 1 હેતલ પટેલ, ટ્રાફીક ડીસીપી હરપાલસિંહ જાડેજા અને જેસીપી બી. જે. ચૌધરી તેમજ પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગરનાં માર્ગદર્શન હેઠળ પોલીસ મથક ખાતે એક લોક દરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ લોક દરબારમા નાગરીકોએ પોતાનાં પ્રશ્ર્નો જણાવતા કહયુ હતુ કે બાલાજી મંદિર પાસે આવેલા ચોકમા તેમજ સાંગણવા ચોકમા ટ્રાફીકની સમસ્યા અંગે તેમજ રાષ્ટ્રીય શાળા પાસે આવારા તત્વો બાઇકની ઘોડી ચડાવી બેસતા હોય અને ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવતા હોય તેઓને પકડી કાયદાનુ ભાન કરાવવામા આવે.

સામાજીક આગેવાન અજયભાઇ પરમારે રજુઆત કરતા જણાવ્યુ કે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા વળાંકથી પેલેસ રોડ અને કોઠારીયા નાકા ચોક તરફ જવાનાં રસ્તે સાંજનાં સમયે થતા ટ્રાફીક જામનો પ્રશ્ર્ન હલ કરવામા આવે. ટેકસ ટાઇલ એસો. નાં પ્રમુખ હિતેશભાઇ અનડકટએ જણાવ્યુ હતુ કે ધર્મેન્દ્ર રોડ તેમજ લાખાજીરાજ રોડ પર સીસીટીવી કેમેરા લગાડવામા આવે તેમજ રવીવારી બજાર તેમજ રામનાથપરા મહાદેવ મંદિર પાસે દર્શનાર્થીઓ આવતા હોય જેથી વિસ્તારમા પેટ્રોલીંગ વધારવામા આવે.

તેમજ દાણાપીઠ વેપારી એસો. નાં પ્રમુખ જતીનભાઇ બગડાઇ એ મોચી બજાર બેડી પરા વિસ્તારમા આવેલા બગીચા અને જયુબેલી શાક માર્કેટ પાસે આવારા તત્વોનો ત્રાસ હોય જેથી પેટ્રોલીંગ વધારવા સુચન કર્યુ હતુ તેમજ ઘાંચીવાડનાં મુસ્લીમ આગેવાન ફારૂકભાઇ અને આસીફભાઇએ જીલ્લા ગાર્ડન ચોકથી જુની જેલ તરફ રેકડી વાળાઓનાં કારણે ટ્રાફીક થતો હોય જેથી ચોકમા સીસીટીવી લગાડવામા આવે તેમજ એક ટ્રાફીક પોઇન્ટ રાખવા બાબતે રજુઆત કરવામા આવી હતી પોલીસ કમિશનર સહીતનાં અધીકારીઓએ તમામ વેપારીઓ અને પ્રતિષ્ઠીત નાગરીકોનાં પ્રશ્ર્નોની રજુઆત સાંભળી હતી.

વિસ્તારમાં છૂટક દારૂનું વેચાણ કરતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરી દારૂબંધીનો કડક અમલ કરાવવા સી.પી.ની સૂચના
લોક દરબાર દરમ્યાન નાગરીકોની રજુઆતો સાંભળ્યા બાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા સુચના આપવામા આવી હતી કે સ્થાનીક વેપારીઓએ ધંધાનાં સ્થળે સીસીટીવી લગાવવા તેમજ ટ્રાફીક સમસ્યાને નીવારવા માટે ડીસીપી ટ્રાફીક હરપાલસિંહ જાડેજાને ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપી હતી તેમજ શાક માર્કેટ , બાગ – બગીચા અને શાળા-કોલેજો પાસે મહીલા પોલીસની સી ટીમ અને સ્થાનીક પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવા જણાવવામા આવ્યુ હતુ તેમજ વધુમા જણાવ્યુ હતુ કે વિસ્તારમા દારુનુ વેચાણ કરતા શખસો વિરુધ્ધ કડક કાર્યવાહી કરી દારુબંધીનો સખત અમલ કરાવવા સુચન આપ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *