પડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલો

પડધરીનાં હડમતીયા ગામે રહેતા યુવાન પર મહીલાને મેસેજ કરવાની શંકા રાખી મહીલાનાં પતિ સહીતનાં ચાર શખસોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે…

પડધરીનાં હડમતીયા ગામે રહેતા યુવાન પર મહીલાને મેસેજ કરવાની શંકા રાખી મહીલાનાં પતિ સહીતનાં ચાર શખસોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે એક જ પરીવારનાં 4 સભ્યો સામે ગુનો નોંધ્યો હતો. હડમતીયા ગામે રહેતા અનિરૂધ્ધસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ. 49 ) એ નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે હડમતીયા ગામનાં કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા તથા તેનાં પીતરાઇ ભાઇ અભીરાજસિંહ કિશોરસિંહ જાડેજા , અનિલસિંહ દશરથસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાનુ નામ આપ્યુ છે.

અનિરૂધ્ધસિંહ પોતાનાં ઘરેથી બજારમા જતા હતા ત્યારે કુલદીપસિંહ હોન્ડા લઇને આવ્યો હતો . અને હોન્ડામા બેસી જવા જણાવતા તે હોન્ડામા બેસી ગયા હતા ત્યારે રસ્તામા કુલદીપસિંહએ અનિરૂધ્ધસિંહને ગાળો આપી હતી. અને બાઇક ઉભુ રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો થોડીવારમા તેનાં કૌટુંબીક ભાઇ અભીરાજસિંહ તેમજ અનિલસિંહ અને દિવ્યરાજસિંહ આવી ગયા હતા. અને તેઓએ પણ અનિરૂધ્ધસિંહ પર હુમલો કર્યો હતો. આ બનાવનુ કારણ એવુ છે કે કુલદિપસિંહનાં પત્નીને અનિરૂધ્ધસિંહ મેસેજ કરતા હોવાની શંકાએ ઝઘડો કરીને તેમનાં પર હુમલો કરવમા આવ્યો હતો જો કે આ મામલે અનિરૂધ્ધસિંહનાં પુત્ર હર્ષદીપસિંહ ત્યા આવી જતા તેમણે છોડાવ્યા હતા. અને આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *