પતિ કહેતા કે, તું માંદલી છો જયારે હોય ત્યારે તું બિમાર જ હોય: ભાવનગરના મહુવા યાર્ડમાં નોકરી કરતા સસરાએ કહ્યું તમારો સ્વભાવ જીદિલો છે, તમે ખોટા નાટક કરો છો
રાજકોટમાં દોશી હોસ્પિટલ પાસે ન્યુ પપૈયા વાડી શેરીમાં રહેતાં હેમાંગીબેન મિરાજસિંહ રાણા (ઉ.વ.27) એ તેમના પતિ મીરાજસિંહ રાણા, સસરા રાજપાલસિંહ રાણા અને સાસુ હિનાબા રાણા (રહે. ત્રણેય મહુવા, ભાવનગર) વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી પિતાના ઘરે છેલ્લા દોઢેક વર્ષથી રહી ઘરકામ કરે છે.તેણીના પતિ મિરાજસિંહ જે પોતાનો બીઝનેસ કરે છે.સસરા રાજપાલસિંહ માર્કેટીંગ યાર્ડમા માર્કેટીંગ યાર્ડ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે, મારા સાસુ હિનાબા જે ઘરકામ કરે છે.
લગ્ન બાદ લગ્નજીવન બે મહીના સારી રીતે ચાલેલ બાદ પતિ તથા સાસરીવાળાએ માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કરી દિધેલ અને લગ્ન પહેલા વાત થયેલ હતી કે, તમારે કોઇને વ્યસન કે એવુ કાંઇ હોય તો અમને જાણ કરો તેમજ લગ્ન પછી તેણીને સાસરીમા અભ્યાસ તથા નોકરી કરવા દેશે જેથી અમોએ આ સંબંધની હા પાડી હતી.લગ્ન બાદ પતિ તથા સાસરીવાળાએ તેણીને આગળ અભ્યાસ કરવા દીધો નહી અને ત્યારે સાસરીવાળાએ કહેલ કે, અમો સ્વામીનારાયણ સંપ્રદાયના છીએ જેથી અમારે કોઈપણ જાતનુ વ્યસન નથી તેવું ખોટુ બોલલે પરંતુ પાછળથી જાણ થઈ કે તેમના પતિ તથા સસરાને દારુ પીવાની કુટેવ છે.તેણીના પતિ તમાકુનુ પણ સેવન કરતા હતા.સાસરીમા તેણીની તબિયત સારી ના હોય તો હોસ્પિટલ ખાતે પણ લઇ જતા નહી અને કામ કરાવી આરામ પણ કરવા દેતા નહિ,વાત વાતમાં પતિ કહેતા કે, તું તો માંદલી છે અને જ્યારે હોય ત્યારે તું બિમાર જ હોય છે, તેમજ કહેતા કે, હું તારાથી થાકી ગ્યો છું, તેમ કહી માનસિક ત્રાસ આપી મને મહેણા ટોણા મારતા હતાં.
તેણી અભ્યાસ કરતી અને વાંચવા બેઠી હોય ત્યારે સાસુ કામ બાબતે નીચે બોલાવી અને વાંચવામા પણ ખલેલ પહોંચાડતા હતાં. સસરાને કહે તો સસરા કહેવા લાગતા કે, તમારો જીદ્દીલો સ્વભાવ છે તેના કારણે જ આ બધુ થાય છે અને અમારી સામે આવા ખોટા નાટક નહી કરવાના તેમ કહી બધા એક સંપ થઈ માનસિક ત્રાસ આપતા હતાં.
ઘરમા સાસુ કહે એટલુ જ બધાને કરવાનુ અને પતિ તથા સાસરીવાળાના શારીરિક માનસિક ત્રાસથી તેણીને હાઈપર ટેન્શન તથા બીપીની તકલીફ થઈ ગયેલ અને બે મહિનાની પ્રેગ્નનેશી હતી ત્યારે આ માનસિક ત્રાસના કારણે બીપી હાઈ થઈ જતા તા. 13/04/2024 મિસકેરેજ થઈ ગયેલ હતું.ત્યારબાદ માવતર આરામ માટે ઘરે લઈ ગયા હતા. જે બાદ સાસરીવાળા આજ સુધી તેડવા આવેલ નથી.આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
