જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજા

જામનગર નજીકના એક ગામમાં સગીરા સાથે વારાફરતી આરોપીઓ દ્વારા શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે કેસમાં 9 માંથી 4 આરોપી ઓને અદાલતે 20 વર્ષની સજાનો…

જામનગર નજીકના એક ગામમાં સગીરા સાથે વારાફરતી આરોપીઓ દ્વારા શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે કેસમાં 9 માંથી 4 આરોપી ઓને અદાલતે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

વર્ષ 2022માં જામનગર નજીકના એક ગામમાં તરુણીને વારાફરતી આરોપીઓ દ્વારા પોતાની હવસ નો શિકાર બનાવવામાં આવી હતી . આ પછી તરુણી ગર્ભવતી બનતા તેણી એ એક બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવો અંગે તરુણીની માતા દ્વારા પંચકોષી એ ડિવિઝનમાં પોલીસમાં હતી. આથી પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી.

ત્યાર પછી પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યો હતુ . જેમાં અદાલતમાં સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ દ્વારા અનેક પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ દલિલો સાંભળ્યા પછી સ્પે.પોકસો કોર્ટના જજ દ્વારા 4 આરોપીઓ હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબભા ઉર્ફે ભીખુભાઈ જાડેજા, મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ને 20 વર્ષની સજા નો હુકમ કર્યો હતો.

આ ગુનામાં નવ શખ્સો એ તરુણીને લલચાવી ફોસલાવી અલગ અલગ સ્થળો એ દુષ્કર્મ આચર્યું હતું.
જેના કારણે તરુણી ગર્ભવતી થતા તેણી એ બાળકને જન્મ આપતા સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસમાં.આથી પંચકોશી એ. ડિવિઝન પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. નવમાંથી ચાર આરોપીઓને આજે પોલીસે તકસીરવાન ઠરાવ્યા હતા અને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ભોગ બનનાર તરુણીને રૂૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આ કેસમાં ભોગ બનનાર અને તેની માતા તરફે વકીલ ધર્મેશ ગોંડલીયા અને સરકારી વકીલ તરીકે મુકેશભાઈ જાની રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *