શહેરમાં યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.ભોગ બનનાર યુવતીએ મહિકા રોડ પર શ્યામ કિરણ સોસાયટીમાં રહેતા શખ્સ સામે દુષ્કર્મની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવી છે.
જયરાજ ઉર્ફે ગુરૂૂ નામના શખસે યુવતીએ આરોપીએ પ્રેમ સબંધ રાખ્યા બાદ લગ્નનું વચન આપી તેને મહિકા રોડ પર આવેલી હોટેલ રોયલરાજ સહિતના સ્થળે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપીએ લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં રહેતી યુવતીએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહિકા રોડ પર શ્યામ કિરણ સોસાયટી શેરી નં. 1 માં રહેતા જયરાજ ઉર્ફે ગુરૂૂ મગનભાઇ વાઘેલાનું નામ આપ્યું છે.જે ફરિયાદના આધારે આજીડેમ પોલીસે આરોપી સામે બી.એન.એસ.ની કલમ 69 મુજબ ગુનો નોંધ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને આરોપી જયરાજ ઉર્ફે ગુરૂૂ સાથે અગાઉ પાડોશમાં જ રહેતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો.બાદમાં આ પરીચય ગાઢ બનતા પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યાર બાદ આરોપીએ યુવતીને લગ્ન કરી લેવાની લાલચ આપી મહિકા રોડ પર આવેલી રોયલરાજ હોટેલમાં લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપીએ અવારનવાર મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. મહિલાનું યૌન શોષણ કર્યા બાદ આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી યુવતીને પોતાની સાથે દગો થયાનો અહેસાસ થતા તેણીએ આરોપી વિરૂૂધ્ધ આજીડેમ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે વધુ તપાસ પીએસઆઇ વી.એમ.બરાડીયા ચલાવી રહ્યા છે.આરોપી જયરાજ ઉર્ફે ગુરૂૂ મજુરકામ કરતો હોવાનું અને અપરિણીત હોવાનું માલુમ પડયું છે.
