નાનામવા રોડ ઉપર યુવકને સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સોએ કર્યો હુમલો

શહેરમાં નાના મવા મેઈન રોડ ઉપર આવેલા દેવનગરમાં રહેતા યુવકને જૂની અદાવતમાં અદાવતના સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સોએ માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…

શહેરમાં નાના મવા મેઈન રોડ ઉપર આવેલા દેવનગરમાં રહેતા યુવકને જૂની અદાવતમાં અદાવતના સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સોએ માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા રોડ ઉપર આવેલા દેવનગરમાં રહેતા મહાવીર જીતેન્દ્રભાઈ રાઠોડ નામનો 22 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં લક્ષ્મીનગર નાલા પાસે હતો. ત્યારે સુનિલ નટુભાઈ સોલંકી, હિતેશ દિલીપભાઈ વોરા અને લાલુ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અગાઉ પાડોશમાં રહેતા સુનિલ સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીના સમાધાન માટે બોલાવી માર માર્યો હોવાની માલવયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *