શહેરમા સ્કુલ રિક્ષામા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં લપેટી લગ્ન માટે લલચાવી ન્યુ રેસકોર્ષ ખાતે શરીર સંબંધી બાંધી તરછોડી દેવાના પોક્સો અને એટ્રોસિટીના કેસમાં અદાલતે રિક્ષા ચાલકનો છુટકારો ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં આવેલી એક ગર્લ્સ સ્કુલમાં અભ્યાસ કરતી 15 વર્ષથી નાની ઉંમરની વિદ્યાર્થિનીને સ્કૂલ રીક્ષાચાલક તૌકીર રહેમાનભાઈ ભાડુલાએ રોજ રિક્ષામાં આવન જાવન કરતી હોવાને કારણે પ્રેમજાળમાં લપેટી લગ્નની લાલચ આપી ન્યુ રેસકોર્ષ ખાતે લઈ જઇ શરીર સંબંધ બાંધીને લગ્ન કરવાની ના કહી તરછોડી દીધા હોવાની પીડિત સગીરાની માતાએ તારીખ 11 5 2025 ના રોજ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા બી.એન.એસ.ની કલમ 137 (2), 87, 64, 64(એમ), તથા પોકસો એકટ-6, તથા એટ્રોસિટીની કલમ-3(2) (5), 3(2) (5)(એ) મુજબનો ગુનો નોંધી આરોપીની ઘરપકડ કરવામા આવી હતી ત્યારબાદ ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટની સૂચનાથી આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો.
ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકારી વકીલ દ્વારા ફરીયાદીની જુબાની લેવામાં આવેલ હતી, જેમા આરોપીના એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણી દ્વારા ફરીયાદીની ઉલટ તપાસ કરતા ફરીયાદીએ તેમજ ભોગ બનનારે પણ ફરીયાદ અને કેસથી વિપરીત હકીકત જણાવેલ હતી. જેથી પણ સરકાર પોતાના કેસ નિ:શંકપણે પુરવાર કરી શકી ન હતી, તેથી આરોપી પક્ષની દલીલો તેમજ રજૂ કરેલા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખીને એડિશનલ સેશન્સ જજ વી.એ.રાણાએ આરોપી રિક્ષા તૌકીર હાડાને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા, લીગલ આસી. જયદિપ ગઢીયા રોકાયા હતા.
