ગઈકાલે કાલાવડ રોડ પર વાહન હટાવવા મામલે માથાકૂટ થયાની ઘટનામાં વળતી ફરિયાદ
જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ પાસે શ્રી આર્યશ્રી-2 સી-401માં રહેતા હાર્દીકસિંહ દીલીપસિંહ રાઠોડ(ઉ.વ.28)ને રસ્તા પરથી ગાડી હટાવવા મામલે એડવોકેટ ધર્મેશ ચોકસીએ પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
હાર્દિકસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાજકોટ રજવાડી ગરબા કલાસીસ ચલાવુ છુ.ગઇ તા.18/08 રાત્રિના હુ તથા મારા મિત્રો રૂૂષીરાજસિંહ ઝાલા, વીજયભાઈ ઘાંઘલ તથા ઘનંજય પવાર તથા જયદીપ ટીમાનીયા અમે બધા કાલાવડ રોડ થી આગળ આવેલ શ્રીજી હોટલ પાસે આવેલ ચોકમા પુલ નીચે ડીવાઈડર પાસે અમારી ગાડી પાર્ક કરીને ચા પીવા બેસેલ હતા.બાદ એક ભાઈએ આવીને જણાવેલ કે મારુ નામ ઘર્મેશ ચોક્સી છે હુ એડવોકેટ છુ અને આ ગાડી પુલ નીચે પડેલ છે કોની છે લઇ લ્યો મને નડે છે જેથી અમે તેમને જણાવેલ કે અહીં બસ નીકળી જાય એટલી જગ્યા છે તમારી ટુ-વ્હીલ તો અહીંથી આરામથી નીકળી જશે અમે ચા પીવા જ બેસેલ છીએ પછી નીકળી જ જવાનુ છે બાદ અમે અમારા વાહન ત્યાથી લઇ લીધેલ હતા તેમ છતા તેમણે પોલીસમા ફોન કરી ગાડી બોલાવેલ હતી ગાડી આવેલ ત્યારે બે વાહન હતા તે પોલીસે લેવડાવેલ હતા.
આ ઘર્મેશ ચોકસીની દીકરીએ મારા મિત્ર સાગર સાથે એક વર્ષ પહેલા લવ-મેરેજ કરેલ હતા એ રીતે હુ તેમને ઓળખુ છુ અને પોલીસ નીકળી ગયા બાદ તેમણે જણાવેલ કે તમારે કોઈ કામ હોય તો ગીરીરાજ હોસ્પીટલ પાસે પાનની દુકાન છે ત્યા આવી જજો.બાદમાં હુ અને રૂૂષીરાજસિંહ અમે બંન્ને ગીરીરાજ હોસ્પીટલ પાસે શક્તિ હોટલ ખાતે ગયેલ હતા ત્યારે આ ઘર્મેશ ચોકસી ત્યા હાજર હતા તેમણે મને કહેલ કે કેમ ગાડી લેવી પડીને તમારી જેવા લુખ્ખાઓને કેવી રીતે સીધા કરવા એ મને આવડે છે અને મારી દીકરી ભાગી ગઇ તેમા તારોજ હાથ છે તને તો હુ મારી જ નાખવાનો છુ તેમ કહી મને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. બાદમાં ઘર્મેશ ચોકસીએ તેઓની સાથે પણ ગાળાગાળી અને માથાકુટ કરી હતી અને જણાવેલ કે અત્યારે અહીંથી નીકળી જાવ મારો મગજ ઠેકાણે નથી ખોટો હુ તમને મારી લઇશ જેથી ત્યા દુકાને હાજર લોકોએ તેમને છુટા પાડેલ હતા.આ મામલે તાલુકા પોલીસ મથકે જતા ત્યા ફરિયાદ નોંધાવી હતી.
વકીલ પર હુમલો કરી ધમકી આપનાર આરોપી વતી કેસ નહીંંંં લડવા બાર એસો. નો ઠરાવ
સરકયુલર ઠરાવથી ઠરાવવામા આવે છે કે રાજકોટ બાર એશોસીએશનના એડવોકેટ ધર્મેશભાઈ વાય. ચોકસી ઉપર હાર્દીકભાઈ દીલીપભાઈ રાઠોડ તથા અન્ય શખ્સો એ જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરેલ હોય જે સબંધે હાર્દીક રાઠોડ તથા અન્ય લોકો સામે તાલુકા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ગુન્હો દાખલ થયેલ જેથી એડવોકેટ ઉપર થયેલ આ હુમલાને રાજકોટ બાર એશોસીએશન સખ્ત શબ્દો વખોડી કાઢે છે અને તેઓ ની તારીખ-19/08/2025 ની આપેલ અરજી ના સંદર્ભમાં રાજકોટ બાર એશોસીએશનના વકીલોએ પોતાની નૈતીક ફરજ સમજી આરોપીના વકીલ તરીકે ન રોકાય તેવો અનુરોધ કરવામા આવે છે.
