દોઢસો ફૂટ રીંગ રોડ ગાંધીગ્રામ શેરી નંબર 7માં રહેતા અદનાન અલ્તાફભાઇ વિંધાણી(ઉ.વ.22)ને પંખાના પૈસા મામલે મારમારતા નાણાવટી ચોક પાસે ક્વાર્ટરમાં રહેતા ભરત કોળી ઉર્ફે ટકો,નરેન્દ્રસિંહ દરબાર અને મુસા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અદનાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,સેતુબંધ સોસાયટી શેરી નં 2 માં યુનિક માર્કેટીંગની એજન્સી આવેલ હોય તેમાં હું સેલ્સમેન તરીકે કામ કરુ છુ.ગઇકાલ તા.18/08ના રાત્રીના આશરે સાડા નવથી દસની વચ્ચે હું મારા ઘરે હોય ત્યારે મારા મિત્ર ભરત કોળી ઉર્ફે ટકો હોય તેને મેં તેના મોબાઇલ નંબર પર ફોન કરી કહેલ કે મેં તને બે પંખા આપેલા છે જેના રૂૂ 3500 થાય તે મને તું આપી દે તો તેણે મને કહેલ કે હું અત્યારે રવેચી હોટલ 150 ફૂટ રીંગ રોડ પાસે મારા ઘરની નજીક બેઠો છુ તું આવીને લઇજા જેથી હું મારુ એક્સેસ લઇને ત્યાં પહોંચેલ તો આ ભરતે મને કહેલ કે થોડીવાર રાહ જો નરેન્દ્રસિંહ દરબાર આવે એટલે પૈસા આપી દવ તેમ કહ્યું હતું.
આ દરમ્યાન નરેન્દ્રસિંહ દરબાર આવી ગયેલ અને ભરતે પૈસા અંગે વાતચીત કરતાં નરેન્દ્રસિંહ દરબારે મને કહેલ કે તારા પૈસા ભૂલી જા આપવાના થતાં નથી તેમ કહી તેણે નજીકમાં ગાડી નીચેથી ધોકો કાઢેલ અને ગાળો આપી ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યો હતો અને ભરતે પણ મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને એક ત્રીજો માણસ મૂસો છે તે પણ મને ઢીકાપાટુ વતી માર મારતો હોય મને પકડી રાખી કહેલ કે આને જીવતો જવા દેવો નથી મારી જ નાખવો છે તેમ કહી અને ગાળો બોલતાં હું આ લોકોથી બચીને દોડીને ભાગી ગયેલ અને અને એક રીક્ષામાં બેસી સીવીલ હોસ્પીટલ સારવારમાં દાખલ થઇ ગયો હતો.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
