લાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલ

ભાડુતી ગુંડાઓ રાખીને હુમલો કરાવવાનો વેપારીનો આક્ષેપ, ગેંગ સામે પાસા કે ગુજસીટોક લગાડવા માંગ રાજકોટ શહેરમા છેલ્લા ઘણા દિવસથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.…

ભાડુતી ગુંડાઓ રાખીને હુમલો કરાવવાનો વેપારીનો આક્ષેપ, ગેંગ સામે પાસા કે ગુજસીટોક લગાડવા માંગ

રાજકોટ શહેરમા છેલ્લા ઘણા દિવસથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે લાખાજીરાજ રોડ પર રોનક સ્ટોર્સ નામે દુકાન ધરાવી વેપાર કરતા જૈન વેપારી બ્રીજેશ દોશી અને તેમનાં ભાઇ યશ દોશી પર બાજુમા જ જસ્સી ક્રિએશન નામે દુકાન ધરાવતા નીતીન પરમાર, તેમનાં ભાઇ મેહુલ પરમાર, સાગર, જય અને નવલ સહીત પ થી 6 શખસોએ જાહેરમા હુમલો કરતા ઘટનાનો વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો. આ ઘટનામા ફરીયાદી વેપારી બ્રીજેશ દોશીએ એ ડીવીઝન પોલીસ મથકમા લેખીત અરજી આપતા ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ બ્રીજેશભાઇ જોશીએ જણાવ્યુ હતુ કે તેઓ પરીવાર સાથે રોનક સ્ટોર્સ નામે દુકાન ધરાવી વેપાર કરે છે. અને તેની બાજુમા જસ્સી ક્રીએશન નામે ભાડે દુકાન રાખી નીતીનભાઇ પરમાર ધંધો કરતો હોય આ નીતીન અને તેમનાં ભાઇ મેહુલ અવાર નવાર આ અમારો વિસ્તાર છે. અહીં ધંધો ન કરવો. તેવી ધમકી આપતા હતા. અને બ્રીજેશભાઇને દુકાન પાસે બળજબરીથી સ્કુટર પાર્ક કરી ત્યા કામ કરતા લોકોને પરેશાન કરતા હતા.

આ મામલે રોનક સ્ટોર્સમા કામ કરતા માણસોને પરેશાન કરતા નીતીન અને મેહુલને સમજાવવા જતા તે લોકો ઉશ્કેરાયા હતા. અને પાંચ થી 6 શખસોએ જાહેરમા હુમલો કર્યો હતો . જેથી બ્રીજેશભાઇ, તેમનાં ભાઇ યશ, માતા તેમજ બ્રીજેશભાઇનાં પત્ની ડરી ગયા હતા. અને તેઓએ આરોપીઓને સમજાવ્યા હતા. કે અહી લુખ્ખાગીરી ન કરો અમે વેપારી માણસ છીએ. આમ છતા આરોપીઓએ હુમલો કરી વેપારી બંધુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બ્રીજેશ અને યશ ભાઇએ 100 નંબરમા ફોન કરી પોલીસ બોલાવી હતી. અને પોલીસ સ્ટેશને પહોંચી લેખીત ફરીયાદ આપી હતી જેમા આરોપીઓ સામે ગુજસીટોક કે પાસા સહીતની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *