જેતપુર, ઉપલેટા, ગોંડલ અને ધોરાજીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલસીબી ગેંગના બે સભ્યો ફરાર, 5.80 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી અને ગોડલમાં છેલ્લા 5 માસમાં 9 સ્થળે ધરફોડ તેમજ મોટર સાયકલ ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી ચીકલીગર ગેંગ ના ત્રણ સભ્યોની જેતપુર પાસેથી ધરપકડ કરી રૂૂ.1.80 લાખની રોકડ રૂૂ.5.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીના બે સભ્યો ફરાર હોય જેને પકડવા માટે એલ.સી.બી.ની ટીમે વધુ તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા પાંચ મહિનામાં થયેલી ચોરીમાં સંડોવાયેલ ચીકલીગર ગેંગના ત્રણ સભ્યો જેતપુર શહેર ખીરસરા રોડ ઉપર હોવાની બાતમીને આધારે નંબર પ્લેટવિનાની કાર સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોમાં જેતપુર, દેરડી ધાર, સરકારી આવસ યોજનામાં રહેતા ભારતસીંગ ઉર્ફે ગુરુ જીતસીંગ લેનાસીંગ ટાંક, ખેરાલુ, ઇન્દીરાનગર સ્કુલની બાજુમાં રહેતા તુફાનસીંગ ઉર્ફે દીપકીસીંગ ગુરૂૂબચ્ચનસીંગ લેણાસીંગ, મહેસાણાના સતલાસણા વાવ બાલાજી સોસાયટી, રૂૂમ નં.33માં રહેતા સતપાલસીંગ ક્રિપાલસીંગ જુણીની ધરપકડ કરી રૂૂ.1.80 લાખની રોકડ રૂૂ.5.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલ ચીકલીગર ગેંગે રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી અને ગોડલમાં છેલ્લા 5 માસમાં 9 સ્થળે ધરફોડ તેમજ મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.આ ચોરીમાં તેમની સાથે રાજસ્થાન મંડારના વતની અને હાલ મહેમદાવાદ ખેડા રહેતા કરતારસીંગ ઈસ્વરસીંગ ટાંક અને બનાસકાંઠા દાંતીવાડાના મનજીતસીંગ ધરમસીંગ જુની પણ સામેલ હોવાનું ખુલ્યું હતું. જે બન્નેની ધરપકડ માટે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લાનાપોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, અનીલભાઈ બડકોદીયા, રવીદેવભાઇ બાટડ, રોહીતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ, અમીતભાઈ પટેલ, શક્તીસીંહ જાડેજા, વિજયસીંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, અરવિદસીંહ જાડેજા, કૌશીકભાઈ જોશી, મનોજભાઈ બાયલ, પ્રણયભાઈ સાવરીયા, રસીકભાઇ જમોડ, ધનશ્યામસીંહ જાડેજા, પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઈ મકવાણા, મીરલભાઈ ચંદ્રવાડીયા, વિજયભાઈ સીંહાર, મહીપાલસિંહ ચુડાસમા, રઝાકભાઇ બીલખીયા, અબ્દુલભાઈ શેખ, દીલીપસીંહ જાડેજા, અનીરૂૂધ્ધસીંહ જાડેજાએ કામગીરી કરી હતી.
