વૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરી

હાઇડ્રોલિક પ્રેશ મશીન બનાવવાના અલગ-અલગ પંપ અને બ્લેડની ચોરી: સીસીટીવીમા ચાર શખ્સો દેખાયા 150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 અક્ષયભાઇ ગીરીશભાઈ…

હાઇડ્રોલિક પ્રેશ મશીન બનાવવાના અલગ-અલગ પંપ અને બ્લેડની ચોરી: સીસીટીવીમા ચાર શખ્સો દેખાયા

150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 અક્ષયભાઇ ગીરીશભાઈ રાઠોડ(ઉ.વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં.3 માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉન રાખી હાઇડ્રોલીક પ્રેશ મશીન બનાવવાનુ કામકાજ કરુ છુ. આ ગોડાઉનમાં હું તથા કાકા રજનીકાંતભાઇ રાઠોડ એમ અમો બંન્ને જણા ભાગીદારીમાં વેપાર કરીએ છીએ.

ગઇ તા.20/07/25 ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ મારા પીત્તરાઇ ભાઇ જીગ્નેશભાઇ રાઠોડ નો મને ફોન આવેલ અને મને જણાવેલ કે તમારી ગોડાઉનના દરવાજા વળી ગયેલ છે અને ઉપરની છત તોડેલ છે.જેથી તમો તુરંત જ ગોડાઉને આવો જેથી હું તથા મારા પિતાજી સાથે ગોડાઉને ગયા હતા અને ત્યાં જઇ તાળુ ખોલી ગોડાઉનમાં જોતા આ મુજબ વસ્તુ જોવામાં આવેલ નહીં (1) હાઇડ્રોલીક વાલ્વ પંપ નંગ 07 જેમાં બે પંપની જે મોટા હોતા જેની એકની કિંમત 9000/- તેમજ નાના પંપની નંગ 05 જેની એકની કિંમત રૂૂપીયા 7000/- એમ નાના-મોટા પંપ નંગ 07 ની કુલ રૂૂપીયા પ3000/- તથા (2) હાઇડ્રોલીક બ્લોક નંગ 07 જેની એક નંગની કિંમત રૂૂપીયા 2500 અને તેની કુલ રૂૂપીયા 17500/-તથા (3) સીયરીંગ મશીનની બ્લેડ નંગ 05 જેની એક નંગની કિંમત રૂૂપીયા 22000/- અ ને તેની કુલ કિંમત રૂૂપીયા 1,10000/- તથા (4) લોખંડની પાઇપ જે એક થી દોઢ મીટર લાંબી તથા ચાર ઇંચ પોહળી જે આશરે પચ્ચીસેક જેટલી હતી જેની એક નંગની અંદાજે કિંમત રૂૂપીયા 7000/- અને તેની કિંમત રૂૂપીયા 1,75,000 એમ કુલ રૂૂપિયા 3.55 લાખ મતાની ચોરી કરી હોવાની ફરિયાદ માલવીયા નગરમાં નોંધાવી હતી આ ઘટના મામલે પોલીસે સીસીટીવી ફુટેઝ તપાસતા તેમા 4 શખસો દેખાયા હતા. અને માલ સામાન રીક્ષામા ભરી જતા જોવા મળ્યા હતા. રીક્ષા નંબરને આધારે આરોપીની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *