નાના ધંધાર્થીઓ ફોર્મ ન ભરે તો આ વર્ષે લોકમેળો અધ્ધરતાલ?
રાજકોટમાં યોજાનાર જનમાષ્ટમીના પાંચ દિવસના લોકમેળાનુ ભાવિ હજુ પણ અધરતાલ છે. લોકમેળાના 238 સ્ટોલ્સ અને પ્લોટમાંથી માત્ર 29 ફોર્મ ભરાયા છે. જયારે મોટી રાઇડ્સવાળા પ્લોટના ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ગઇ છે. ત્યારે નાના ધંધાર્થીઓ ફોર્મ ભરવા ન આવે તો લોકમેળો અધ્ધરતાલ જ રહે તેવી સ્થિતિ છે. 238માંથી આંકડો 28 સુધી આવીને અટકી ગયો છે. 210 સ્ટોલ અને યાંત્રિક પ્લોટ માટે તંત્ર ધંધાર્થીઓની રાહમાં છે. પરંતુ સમય કોઇની રાહ જોતો નથી અને દિવસો ટૂંકા થઇ રહ્યા છે.
તાજેતરમાં રાજકોટ કલેકટરે રાજકોટના રેસકોર્સના મેદાન પર નજર એવી છાપ જાહેરાત કરી હતી કે હવે મોટી રાઇડ વાળાઓને એન્ટ્રી નહીં મળે જે તે સમયે છેલ્લી તારીખ સુધીમાં ફોર્મ ભર્યા નથી તેથી મોટી રાઈડ વગર અમે મેળો યોજવા તૈયારી શરૂૂ કરી દીધી છે.
કલેક્ટરે ત્યારે જે તે સમયે પત્રકારોને એવું જણાવેલ કે ઓછા ફોર્મ ભરાણા છે આથી ખાણીપીણીના રમકડાના અને નાની રાઈડ વાળા ના માલિકો ફોર્મ ઉપાડી શકે અને ભરી શકે તે માટે ત્રણથી પાંચ દિવસનો સમય આપી દેવામાં આવશે પરંતુ તંત્રએ હજુ સુધી કોઈ જાતની જાહેરાત આ ફોર્મ વધારવા અંગે કરી ન કરી હોય જેમના કારણે સ્ટોલ ધારકો અને રાજકોટ સીટી પ્રાંત 2 ના કર્મચારીઓના અધિકારીઓ પણ શું મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેમજ લોકમેળાના અન્ય કામો પણ અટકી ગયા છે.આજે ઘેલા સોમનાથ ખાતે યોજાનાર લોકમેળા અંગે આજે હરાજીને બધી કાર્યવાહી હોય તે સંદર્ભે મોટી રાઇડસ સંચાલકો ઘેલા સોમનાથ દોડી ગયા છે અને આથી તેમજ ગાંધીનગરના સીએમઓ હાઉસ ખાતે અને ગુજરાતના ગૃહ મંત્રી હર મળવા જનાર બળવા જનાર મોટી રાઇડસ માલિકોને ગાંધીનગરથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા તેઓ મૂંઝવણ મુકાયા છે.
ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ સાંસદ બોલ્યા ચકડોળ તો હોવા જોઇએ
રાજકોટના લોકમેળા માટે હવે મોટી રાઇડ્સના ધંધાર્થીઓ માટે હવે દરવાજા લગભગ બંધ થઇ ગયા છે. મોટી રાઇડ્સના ફોર્મ ભરવા માટેની મૂદત પણ પાંચ દિવસ પહેલા ગત શુક્રવારે પૂરી થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે રાજકોટના સાંસદ રૂપાલા બોલ્યા હતા કે, મારા મતે ચકડોળ સાથે લોકમેળો યોજાવો જોઇએ. સરકારમાં અને અધિકારીઓ પાસે રજૂઆતો કરીને થાકેલા રાઇડ્સ સંચાલકો ગઇ કાલે સાંસદ પરસોતભાઇ રૂપાલા સમક્ષ બીજી વખત રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે પોતાનો મત વ્યકત કરી જણાવ્યુ હતુ કે, આ બાબતે સરકારને રજૂઆત કરીશ.
