રાજકોટ શહેરમા નશાખોરો દ્વારા અવાર નવાર પોતાનાં વિસ્તારમા ધમાલ કરવામા આવતી હોવાની ઘટનાઓ પોલીસમા નોંધાઇ છે. ત્યારે ગઇકાલે રાત્રીનાં સમયે રૈયા રોડ પર આવેલા બ્રહ્મ સમાજ પાસે દેશળદેવનગરમા દારૂ ઢીચીને આવેલા અમીત સુરેશભાઇ સાગર નામનાં શખસે જાહેરમા ધમાલ કરી હતી. અને આ સમયે જ જાગૃત નાગરીકે 100 નંબર પર કોલ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં જગદીશભાઇ ઘુસરીયા અને હોમગાર્ડ કાર્તીકભાઇ સહીતનો સ્ટાફ તુરંત આ વિસ્તારમા પહોંચી ગયા હતા. અને અમીતને ઝડપી લીધો હતો. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા અમીત તેનાં વિસ્તારનાં એક વ્યકિતને ધમકી આપતો હોવાનુ સામે આવ્યુ છે જેમા તે પોલીસની હાજરીમા કહી રહયો છે કે તને છરીના ઘા ઝીકીશને તો તારી રૂહ કાપી જશે. જો કે આ ઘટના બાદ પોલીસે આરોપી અમીતને પોલીસ મથકે લઇ જઇ કાયદાનુ ભાન કરાવી લોકઅપ ભેગો કરી દીધો હતો. અને પ્રોહી એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
તને છરીના ઘા ઝીકીશને તો તારી રૂહ કંપી જશે: પોલીસની હાજરીમાં દારૂડિયાની ધમાલ
રાજકોટ શહેરમા નશાખોરો દ્વારા અવાર નવાર પોતાનાં વિસ્તારમા ધમાલ કરવામા આવતી હોવાની ઘટનાઓ પોલીસમા નોંધાઇ છે. ત્યારે ગઇકાલે રાત્રીનાં સમયે રૈયા રોડ પર આવેલા બ્રહ્મ…
