ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, સ્વામી કેટરર્સમાંથી ઢોસાના વાસી મસાલાનો નાશ
મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ખાદ્યપદાર્થના બે નમુના લેવામાં આવેલ જે ફેઈલ થયાનો રિપોર્ટ આવતા કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતાં બે વેપારીને રૂા. 30 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે અલગ અલગ 22 ખાણી-પીણીના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી સાધુવાસવાણી રોડ ઉપર આવેલ સ્વામિ રેસ્ટોરા એન્ડ કેટરર્સસમાંથી મૈસુર મસાલા ઢોસાનું વાસી મસાલાનો નાશ કરી અન્ય 8 ધંધાર્થીઅને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા અગાઉ નમુના લઈ લેબમાં મોકલવામાં આવે જેમાં બેનમુના પેઈલ થતાં બન્ને વેપારીને દંડ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર રોડ ઉપર ખોડિયાર ડેરીમાંથી લેવામાં આવેલ લૂઝ દીધમાં ફોરેન ફેટ એટલે કે, તેલની મીલાવટ ખુલવા પામતા દુકાનના માલીક નિકુંજભાઈ જીવનભાઈ ખાંભલિયાને રૂા. 15 હજારનો દંડ કરવામાં આવેલ તેવી જ રીતે મવડી પ્લોટમાં પટેલ સ્વીટમાંથી માવાનો નમુનો લેવામાં આવેલ જેના લેબ રિપોર્ટમાં માવામાં પણ ફોરેન ફેટની મિલાવત સાબિત થતાં નમુનો ફેઈલ થયેલ આથી ડેરીના માલીક અશ્ર્વિનભાઈ ભીમજીભાઈ રામાણીને રૂા. 15 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
મનપાના ફૂડ વિભાગ દ્વારા (01)નીતિન કિરણાં ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ભાગ્ય લક્ષ્મી સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)કોહિનુર કોલ્ડ્રિંક્સ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ભગવતી એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શિવ શક્તિ સ્વીટ એન્ડ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સુખસાગર પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)આરાધના ચિપ્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જય બાલાજી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09)હરિ વેરાયટી સ્ટોર (10)ભારમલ સ્ટોર (11)મહાવીર એન્ટરપ્રાઇઝ (12)સ્વામી નારાયણ ફરસાણ (13)શિવશક્તિ સ્વીટ નમકીન (14)બર્ગર ભાઉ (15)જય ગુરુદેવ ગૃહ ઉદ્યોગ (16)સતનામ જનરલ સ્ટોર (17)શ્રી અંબિકા નમકીન (18)મહાલક્ષ્મી સેલ્સ એજન્સી (19)વાહેગુરુ જનરલ સ્ટોર (20)ગુરુકૃપા ચાઇનીઝ પંજાબી (21)ઘનશ્યામ ચાઇનીઝ પંજાબી (22)ભગવતી ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.
મામુલી દંડ ભરી છૂટી જતાં ભેળસેળિયા તત્ત્વો
ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થના સેમ્પલ લઈ લેબમાં મોકલાય છે. જેનો રિપોર્ટ ફેલ આવે ત્યારે આ માલનું વેચાણ કરનારને મામુલી દંડ કરવામાં આવી રહ્યો છે. જેની સામે આ અખાદ્ય પદાર્થ હજારો લોકોના પેટમાં જાય છે અને લોકો બીમાર પડી દવાખાના પાછળ લાખોનું આંદણ કરી રહ્યા છે. તેમજ અનેક લોકોના મોત પણ નિપજતા હોય છે. છતાં સરકારના આશ્ર્ચર્યજનક નિયમોના કારણે મામુલી દંડ ભરી આવા ભેળસેળિયા તત્વો એનું એ જ કામ કરી માલદાર બની રહ્યા છે.
