પગપાળા રસ્તો ઓળંગી રહેલા યુવકનું કારની ઠોકરે મોત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા તુષારભાઈ રમણીકભાઈ ખાંટ (ઉ.વ.45) કે જેઓ ગત 23.5.2025 ના રાત્રિના પોણા નવેક વાગ્યે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરીને…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા તુષારભાઈ રમણીકભાઈ ખાંટ (ઉ.વ.45) કે જેઓ ગત 23.5.2025 ના રાત્રિના પોણા નવેક વાગ્યે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરીને જામવાડીના પાટીયા પાસે પોતાના ગામ તરફ જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક અજાણ્યા કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં હાથ- પગમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા રમણીકભાઈ મૂળજીભાઈ ખાંટએ જામજોધપુર પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *