ટ્રાવેલ્સ ઓફિસના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સોની ધરપકડ

જામનગર શેહેરની એક ખાનગી ટ્રાવેલ્સ ની ઓફિસ ની બહાર રાખવામાં આવેલા પાર્સલમાંથી 14 નંગ મોબાઈલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલ ની ચોરી થવા પામી છે.…

જામનગર શેહેરની એક ખાનગી ટ્રાવેલ્સ ની ઓફિસ ની બહાર રાખવામાં આવેલા પાર્સલમાંથી 14 નંગ મોબાઈલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલ ની ચોરી થવા પામી છે. જે અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવાયા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોરાઉ મુદ્દામાલ સાથે બે તસ્કરોને ઝડપી લીધા છે. જામનગર માં ગુરુદ્વારા માર્ગે સેન્ટર પોઇન્ટ માં આવેલ જય દ્વારકાધીશ ટ્રાવેલ્સ ના સંચાલક મયુરભાઈ જેઠાભાઇ પોસ્તરીયા એ પોતાના ટ્રાવેલ્સની ઓફિસની બહાર રાખેલ રૂૂ.1,18,500 ની કિંમત ના 14 નંગ મોબાઈલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલ ની કોઈ શખસો ચોરી કરી લઈ ગયા ની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. ગત તારીખ 1 જૂન ના રોજ પોતાની ટ્રાવેલ્સ ની બસ અમદાવાદ થી વહેલી સવારે સાડા ચાર કલાકે જામનગર આવી હતી. આ બસ માં અમદાવાદ થી કુલ 12 પાર્સલ આવ્યા હતા. તેમાં જામનગરના મેહુલભાઈ મૂળજીભાઈ દામાનું પણ 14 નંગ મોબાઈલ અને લેપટોપ ભરેલું પાર્સલ હતું. આ તમામ પાર્સલો ટ્રાવેલ્સની ઓફિસથી બહાર રાખવામાં આવ્યા હતા, તેમાંથી મોબાઇલ લેપટોપ ભરેલ પાર્સલ સવારે 4:30 થી 10 વાગ્યા સુધી માં કોઈ શખસો ચોરી કરી લઈ ગયા હતા.

પોલીસે મયુરભાઈ ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી સી.સી.ટી.વી. કેમેરા વગેરેની મદદ લઇ ને તપાસ શરૂૂ કરી હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલિ નાખ્યો છે. જામનગરના સીટી બી. ડિવિઝન પી.આઈ.પી.પી. ઝા અને પીએસઆઇ એમ મોઢવાડિયા અને તેઓની ટીમે ઉપરોક્ત પાર્સલની ચોરી કરનાર જામનગરમાં નવાગામધેડ વિસ્તારમાં રહેતા સન્ની જગદીશભાઈ સરવૈયા તેમજ ગોપાલ ચોકમાં રહેતા વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમારની અટકાયત કરી લીધી છે,4 અને તેઓ પાસેથી રૂૂપિયા 1,18,500 ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે કબજે કરી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *