જામનગરનાં બેેડેશ્ર્વરમાં પ્રેમી ઉપર પ્રેમિકાના પરિવારનાં ચાર સભ્યોનો છરી – ધોકા વડે હુમલો

જામનગર માં બેડી ઈદ મસ્જિદ વિસ્તારમાં રહેતા એક યુવાન પર પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ છરી ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા…

જામનગર માં બેડી ઈદ મસ્જિદ વિસ્તારમાં રહેતા એક યુવાન પર પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ છરી ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે જ્યારે હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા રમજાનભાઈ અબ્દુલભાઈ ઘુમરા નામના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ભત્રીજા નજીર ઘુમરા ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે બેડેશ્વર વિસ્તારમાં જ રહેતા હુસેન વલીમમદ જેડા, અબ્બાસ વલીમમદ જેડા, મોઇન હુસેનભાઇ જેડા, અને રમજાન ભુરાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે ઇજાગ્રસ્ત યુવાન નઝીર હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનનો ભત્રીજો નજીર કે જે આરોપી હુસેન વલીમામદની ભત્રીજી સાથે અગાઉ પ્રેમ સંબંધ ધરાવતો હતો જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *