ઇન્ટરનેટ ડિસકનેકટેડ હોવાથી ડેટા લીક ન થાય, અફીશિયન્સ એક્ટિવીટી મળી છતાં તપાસ હાથ ધરાઇ
મહાનગર પાલિકા દ્વારા શહેરની 5.5 લાખથી વધુ મીલકતનો સંપૂર્ણ ડેટા બેઇઝ તૈયાર કરવા જીઓટેગીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એજન્સી દ્વારા ડેટા તૈયાર કરી સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. આ જીઓગ્રાફિકલ ડેટા મહાનગર પાલિકા માટે અતી મહત્વનો પૂરવાર થયો છે. એક કિલકથી કોઇ પણ પ્રોપટીની તમામ વિગતો જાણી શકાય છે. પરંતુ ગઇકાલે સાયબર એટેકના કારણે મિલકતનો ડેટા લીક થયાની ચર્ચા જાગતા તંત્રએ તુરંત તપાસ આરભી હતી. અને આજે તમામ જીઓગ્રાફિક ડેટા સાલમત હોવાનુ જણાવી ડેટાફલો સ્લો હોવાના કારણે સમસ્યા સર્જાય હતી તેમજ ઇન્ટરનેટ ડિસ્કેનક હોવાથી ડેટા લીક થયો નથી છતા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તેમ જણાવ્યું હતુ.
મહાનગર પાલિકાનાી જીઓટેગીંગ સીસ્ટમમાં 5.5લાખથી વધુ મિલકતનો પ્રકાર તેમજ મિલકતોની માપ, સાઇઝ, નળ કનેકશન, કારપેટ એરીયા સહિતની વિગત એકઠી કરી ડેટા બેઇઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડેટાના આધારે મહાપાલિકાના અલગ અલગ વિભાગોને કામગીરીમાં મદદરૂપ થઇ શકાય છે. તેવી જ રીતે સિટીમેંપીગ દ્વારા પીવાની પાણી લાઇનો તેમજ અન્ડર ગ્રાઉન્ડ કનેકટીવીટીની જાણ કારી મળી રહી છે. સ્માર્ટ સિટી અંતર્ગત બીએસએનએલ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી હતી.
પરંતુ ગઇકાલે જીઓગ્રાફિક ડેટા લીક થયાની ચર્ચા ઉઠતા તંત્ર દ્વારા એજન્સી અને નિષ્ણાંતો દ્વારા તપાસ આરંભી હતી જેમા જાણવા મળેલ કે સર્વડાઉન હોવાથી ડેટાફલો સ્લો હતો જેના કારણે ઓફિસીયન્સ એક્ટિવટી મળેલ નહીં જેના લીધે સમસ્યા ઉભી થયેલ તેવી જ રીતે ઇન્ટરનેટ ડિસ્કનેકટ હોવાથી ડેટા ચોરીની સંભાવના ઝીરો થઇ જાય છે. છતા નિષ્ણાંતો દ્વારા કનેકટીવીટી મેળવી તપાસ કરાતા તમામા ડેટા સલામત હોવાનુ જાણવા મળેલ છે.
ડિઝાસ્ટાર રીકવરી ઉપલબ્ધ છે: તંત્ર
મહાનગર પાલિકામાં જીઓગ્રાફિક ડેટા લીક થયાના બનાવ બાદ તપાસના અંતે સમગ્ર ડેટા સલામત હોવાનુ તંત્ર એ જણાવ્યુ છે કે, મહાનગર પાલિકાના તમામ વિભાગના ઉપયોગી ડેટાને ડિઝાસ્ટર રિકવરી અંતર્ગત ગુડગાવ ખાતે સ્ટોર કરવામાં આવે છે. કુદરતી આફત અથવા આગ જની તેમજ અન્ય કારણો સર મહાનગર પાલિકાના કોમ્પ્યુટરો માથી ડેટા ઉડી જાય ત્યારે ડિઝાસ્ટાર રિકવરી સેન્ટર માંથી ફરી વખત તમામ ડેટા મેળવી મનપાના કોમ્પ્યુટરમાં અપલોડ કરવામાં આવે છે. આથી મનપાના મહત્વના ડેટા ઉડી જવાનો ભય ઉભો રહેતો નથી.
જીઓગ્રાફિક ડેટા અન્ય લોકો માટે બિન ઉપયોગી
મનપાના જીઓગ્રાફિક ડેટા લીક થયાની ઘટના બાદ ડે.કમિશનર ચેતન નંદાણીએ જણાવેલ કે, ડેટા ઉડવાની ઘટના કાવતરુ ઉપરાંત ટીખળ પણ હોય શકે છે. તેવી જ રીતે અમૂક લોકો સંશોધન માટે તેમજ જ્ઞાન વધારાવા આ પ્રકારણી પ્રવૃતિઓ કરતા હોય છે. જે નુકસાન કરાક નથી પરંતુ શહેરની 5.5 લાખ મીલકતોના જીઓગ્રાફિક ડેટા ફકત મહાનગર પાલિકા માટે અતી ઉપયોગી છે. પરંતુ અન્ય લોકો આ ડેટાનો ઉપયોગ કોઇ કામ કરી શકતા નથી આથી જીઓગ્રાફિક ડેટા અન્ય લોકો માટે બીન ઉપયોગી હોય ડેટા લીક થવાની કે ચોરી થયાનો ભય નહીવત હોય છે.
