ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા “Let’s Visit J&K’ કેમ્પેઈન શરૂ કરાશે: સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવાશે : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરફથી મળી સુરક્ષાની ખાતરી, પ્રતિનિધિ મંડળ રૂબરૂ જશે
જમ્મુ એન્ડ કશ્મીરના પહેલગામમાં આતંકવાદી એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવથી ત્યાંના પ્રવાસન સ્થળને અસર પડી છે. અને દેશભરમાંથી ત્યાંના બુકિંગો ધડાધડ રદ થવા લાગ્યા છે. ત્યારે જમ્મુ એન્ડ કશમીરના પ્રવાસનને ફરીથી બેઠો અને વેગ આપવા માટેનું બિડુ ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા ઝડપવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં “Let’s Visit J&K’ નામનું કેમ્પેઈન ચલાવવામાં આવશે.
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બરે જણાવ્યું હતું કે, આ એસોસિએશન વર્ષ 1951થી ચાલી રહ્યું છે. જેમાં દેશભરના 2400 ટ્રાવેલ એજન્ટો સંકળાયેલા છે. અમારા એસોસિએશનને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે અમારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમે જમ્મુ કાશ્મીરના ઠપ થયેલા ટુરિઝમને જીવંત કરવા માટે”Let’s Visit J&K’ કેમ્પેઇન હાથ ધરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, પહેલગામ હુમલો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે જમ્મુ કાશ્મીરનું ટુરિઝમ ઠપ થઈ ગયું તેને સપોર્ટ કરવા માટે આ કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. ત્યાંના ટુરિઝમ, હોટેલ ધારકો, ટેક્સી ઓપરેટરો તેમજ ગાઈડ સહિતનાને સપોર્ટ કરવા માંગીએ છીએ. જમ્મુ અને કાશ્મીર ભારતના શ્રેષ્ઠ સુંદર ફરવાના સ્થળોમાંનું એક છે. પહેલગામ, શ્રીનગર, ગુલમર્ગ સહિતના સ્થળોને પ્રમોટ કરશું. આ માટે આવતા મહિને અમે તમામ ટ્રાવેલ એજન્ટો જમ્મુ કાશ્મીર જવાના છીએ. અમે તમામ ટ્રાવેલરોને જમ્મુ અને કાશ્મીર ફરવા માટે વિનંતી કરશું. આ રીતે અમે એ બતાવવા માગીએ છીએ કે અમે જમ્મુ અને કાશ્મીર સાથે ઉભા છીએ.
વધુમાં અભ્યાસે જણાવ્યુ ંહતુ ંકે, આ અભિયાન અંતર્ગથ બે દિવસ પહેલા જમ્મુ એન્ડ કશ્મીરના મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી હતી. જેમાં પણ દૂર ઓપરેટરોને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. જમ્મુ એન્ડ કશ્મીરના 23 પ્રવાસન સ્થળો હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓ આવી પણ રહ્યા છે. પરંતુ જે પ્રકારનો ધસારો હોવો જોઈએ તેવો ધસારો હાલ જોવા મળી રહ્યો નથી.
10 લાખ લોકો સાથે પ્રવાસન ઉદ્યોગને પ્રમોટ કરાશે
જમ્મુ એન્ડ કશ્મીરના પ્રવાસન સહિત દેશભરના પ્રવાસન સ્થળો માટે 10 લાખથી વધુ લોકોને સાથે જોડી અને પ્રવાસન ઉદ્યોગને પ્રમોટ કરાશે જેમાં દેશભરના ટ્રાવેલ્સ એજન્ટના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તેની જાહેરાત કરાશે, એક સાથે 10 લાખ લોકો ઉમેરાશે અને અન્ય દેશ કરતા આપણા દેશનું નાણુ ઘરમાં જ રહે તે માટે પણ સુચન કરાશે.
તા. 27મીએ મળનાર એજન્ટોની બેઠકમાં ડિસ્કાઉન્ટ અંગે ચર્ચા થશે
પ્રવાસન ઉદદ્યોગને પ્રમોટ કરવા માટે સ્પેશ્યલ કમ્પેઈન ચલાવવા ઉપરાંત પ્રવાસીઓને 32 પેકેજમાં ખાસ રાહત મળે તે માટે પણ હાલ વિચારણા ચાલી રહી છે. વર્તમાન સ્થિતિ જોતા ત્યાં ટિકિટથી લઈતમામ વસ્તુ સસ્તી થઈ ગઈ છે. છતાં પણ આગામી તા. 27મીએ મળનાર એજન્ટોની બેઠકમાં ડિસ્કાઉન્ટ આપવા બાબતે ચર્ચા વિચારણા કરાશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
