નારાયણનગરમાં દુકાન પાસેથી કાર હટાવવાનું કહેતા વેપારી દંપતી ઉપર અજાણ્યા શખ્સનો હુમલો

બોલાચાલીનો ખાર રાખી હુમલાખોર દુકાન પાસે શ્ર્વાનને સંડાસ કરાવવા આવતો’તો શહેરમા સહકાર મેઇન રોડ ફરસાણનાં વેપારીએ દુકાન પાસેથી કાર હટાવવાનુ કહયા બાદ અજાણ્યો શખ્સ દરરોજ…

બોલાચાલીનો ખાર રાખી હુમલાખોર દુકાન પાસે શ્ર્વાનને સંડાસ કરાવવા આવતો’તો

શહેરમા સહકાર મેઇન રોડ ફરસાણનાં વેપારીએ દુકાન પાસેથી કાર હટાવવાનુ કહયા બાદ અજાણ્યો શખ્સ દરરોજ પોતાનાં કુતરાને વેપારીની દુકાન પાસે સંડાસ કરાવવા લાવતો હતો. જેથી વેપારીએ તેને ટપારતા અજાણ્યા શખસે હુમલો કર્યો હતો. વેપારીને છોડાવવા વચ્ચે પડેલી તેની પત્નીને પણ માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા દંપતીને સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સ્વામીનારાયણ ચોકમા રહેતા અને સહકાર મેઇન રોડ પર નારાયણ નગરમા રઘુવંશી ફરસાણ નામે દુકાન ધરાવતા રાજુભાઇ જમનાદાસભાઇ જોબનપુત્રા (ઉ.વ. 4પ) અને તેમની પત્ની રૂપલબેન રાજુભાઇ જોબનપુત્રા (ઉ.વ. 43) પોતાની દુકાને હતા ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો હુમલામા ઘવાયેલા દંપતીને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા.
પ્રાથમીક પુછપરછમા હુમલાખોર શખસે રાજુભાઇ જોબનપુત્રાની દુકાન પાસે કાર રાખી હતી જે કાર હટાવવાનુ કહયાનો ખાર રાખી અજાણ્યો શખસ દરરોજ પોતાના કુતરાને રાજુભાઇની દુકાનપાસે સંડાસ કરાવતો હતો. જેથી રાજુભાઇએ અજાણ્યા શખસને ટપારતા દંપતી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *