આજી ડેમ બગીચામાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનાર વોકહાર્ટના કર્મીનું સારવારમાં મોત

  શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ અગમ્ય કારણસર આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…

 

શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ અગમ્ય કારણસર આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેમનું સાંજે મોત નીપજ્યું હતું. મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં 40 ફૂટ રોડ પર માટેલ સોસાયટીમાં રહેતા ભાવિન કિશોરભાઈ ગોહિલ (ઉ.વ.34) નામના યુવાને આજે બપોરે આજીડેમ બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર શરૂૂ કરવામાં આવી હતી.ત્યાં ભાવિને સારવારમાં દમ તોડી દેતા પરિવાર માં શોક છવાઈ ગયો છે.

પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર ભાવિન બે ભાઈમાં નાનો અને વોકહાર્ટ હોસ્પિટલમાં બિલિંગ વિભાગમાં નોકરી કરતો હતો તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.ભાવિને આ પગલુ શા માટે ભરી લીધું તે અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ પરિવારની પુછપરછ હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *