રામવન પાસે બે મિત્રોના બાઇક સામસામે અથડાતા યુવકનું મોત

  શહેરમાં આજી ડેમ નજીક રામવન પાસે રહેતા બંને મિત્રના બાઈક સામસામમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રને…

 

શહેરમાં આજી ડેમ નજીક રામવન પાસે રહેતા બંને મિત્રના બાઈક સામસામમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આજી ડેમ નજીક આવેલ રામવન પાસે રહેતા વિજય ધીરુભાઈ સોલંકી (ઉ.વ.20) પોતાનું બાઈક લઈને રામવનના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો મિત્ર સુનિલ મુન્નાભાઈ ધરજીયા (ઉ.વ.20) સામેથી બાઇક લઈને આવી રહ્યો હતો બંને મિત્રના બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિજય સોલંકીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે અન્ય બાઇક ચાલક મિત્ર સુનિલ ધરજીયાને હાથમાં ફેકચર આવતા દાખલ કરાયો છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજય સોલંકી બે ભાઈમાં મોટો હતો અને કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો વિજય સોલંકી ફાકી ખાઈને પરત ફરતો હતો ત્યારે સામેથી બાઇક લઈને ધસી આવતા મિત્રના બાઈક સાથે જ અકસ્માત સર્જાતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *