રૈયાધારે ગાળો ન બોલવા ટપારતાં દંપતી પર પાડોશીનો હુમલો, યુવાનનો હાથ ભાંગી નાખ્યો

રાજકોટના શિલપાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતાં રસ્તે રહેતા દંપતિએ પાડોશીને ગામો ન બોલવા સમજાવતા પાડોશી દંપતિએ હુમલો કરતાં યુવાનનો હાથ ભાગી ગયો હતો. આ મામલે…

રાજકોટના શિલપાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતાં રસ્તે રહેતા દંપતિએ પાડોશીને ગામો ન બોલવા સમજાવતા પાડોશી દંપતિએ હુમલો કરતાં યુવાનનો હાથ ભાગી ગયો હતો. આ મામલે હવે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવની વિગતો અનુસાર, રૈયાધાર શિતલ પાર્ક ચોકડી નજીક રહેતા મુકેશ જગદીશભાઈ સોલંકી (ઉ.39)એ પાડોશીમાં રહેતા મહેશ કરમશી ફુવાનીયા અને તેમના પત્ની કાજલબેન સામે ફરિયાદ નોંધાવી છે. મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નાનામવા સર્કલ પાસે મસાલા માર્કેટમાં વેપાર કરે છે.

ગઈકાલે વરસાદી વાતાવરણ હોય તેઓ ઘરે આવી ગયા હતાં અને તેમના દીકરી પણ હોય તેમજ પાડોશમાં રહેતો શખ્સ મહેશ ગાળો બોલતો હોય તેમને સમજાવવા જતાં તે ઉશ્કેરાયો હતો અને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.

ત્યારબાદ મહેશની પત્ની કાજલ દાંતરડું લઈ આવ્યો હતો. તેની હાથમાંથી મહેશે દાંતરડુ ખેંચી મુકેશભાઈને કોણીના ભાગે ઝીંકી દીધું હતું. જેથી દંપતિ પોતાનું ઘર ખુલ્લુ મુકી ભાગી ગયા હતાં અને પાડોશીએ 108માં ફોન કરી દંપતિને સારવાર માટે સિવિલમાં ખસેડયું હતું. આ મામલે હુમલાખોર પાડોશી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *