આજરોજ દેશની જાણીતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી ભારતના ઉદ્યોગપતિઓને સંગઠન કરી સમાજ ઉપયોગી વસ્તુઓ પોતાનો સહયોગ આપી દેશભક્તિના કાર્યમાં જોડાઈ તે માટે કાર્યરત કરતી લઘુ ઉદ્યોગ ભારતીના હોદેદારો તથા રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષારભાઈ સુમેરા સાથે મહત્વપૂર્ણ મીટિંગ યોજી.
લઘુ ઉદ્યોગ ભારતી તરફથી હાજરી આપી હતી. હંસરાજભાઈ ગજેરા (પ્રદેશ ઉપાધ્યક્ષ) દીપકભાઈ પટેલ (સંયોજક) દિનેશભાઈ ચાપાણી (ઉપપ્રમુખ)રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તરફથી હાજર રહેલાં ઉપપ્રમુખ ભરતભાઈ પરસાણાસેક્રેટરી રમેશભાઈ ગજેરા,કારોબારી સભ્ય જૈનીશભાઈ મુગલપરા આ બેઠકમાં મુખ્યત્વે રાજકોટ શહેરમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન વિષે ચર્ચા થઈ. શહેરમાં ઘરોમાંથી ડોર-ટુ-ડોર ભેગું થતું પ્લાસ્ટિક જો અન્ય કચરાથી અલગ કરીને આપવામાં આવે, તો પ્લાસ્ટિક એસોસિએશન તેની ખરીદી કરીને તેનું પુન:ઉપયોગ (રીસાયકલિંગ) માટે ઉપયોગમાં લઈ શકે છે.આ યોજના વેસ્ટમાંથી બેસ્ટના અભિગમ સાથે ન કેવળ પર્યાવરણને લાભદાયી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકનું પણ સ્ત્રોત બની શકે છે આ સાચા અર્થમાં વિન-વિન સિચ્યુએશન બની શકે.
તુષારભાઈ સુમેરાએ ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને તત્કાળ તેમના અધિકારીઓને બોલાવી વિગતવાર માહિતી મેળવી આગળ વધવા સૂચના આપી. આ મીટીંગ ખૂબ જ સફળ રહી અને આવનારા સમયમાં પ્લાસ્ટિક વેસ્ટના વ્યાવસાયિક પુન:ઉપયોગ માટે ઉત્તમ માર્ગદર્શક બની શકે તેમ છે.
