પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા 4 બાળ આરોપી સહિત પાંચ ઝડપાયા

ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા બે પોલીસમેન ઉપર હુમલો કરી બાઈકમાં તોડફોડમાં ધરપકડનો આંક 10 થયો, મુખ્ય સૂત્રધાર માજીદ ભાણુ હજુ સુધી પોલીસ પકડથી દૂર  …

ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા બે પોલીસમેન ઉપર હુમલો કરી બાઈકમાં તોડફોડમાં ધરપકડનો આંક 10 થયો, મુખ્ય સૂત્રધાર માજીદ ભાણુ હજુ સુધી પોલીસ પકડથી દૂર

 

શહેરના સાંઢિયાપુલ પાસે ગુજસીટોકના આરોપી માજીદ ભાણુને પકડવા ગયેલ પોલીસ ઉપર 6 દિવસ પહેલા થયેલા હુમલામાં સંડોવાયેલા ચાર બાળ આરોપી સહિત વધુ પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ પ્રનગર પોલીસ હવાલે કર્યા હતાં. આ બનાવમાં કુલ ધરપકડનો આંક 10 સુધી પહોંચ્યો છે. જ્યારે મુખ્ય સુત્રધાર માજીદ ભાણુ હજુ સુધી ફરાર હોય જેનેપકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.

મળતી વિગતો મુજબ રૂખડિયાપરામાં રહેતા ફરિદાબેન શેખના ઘરે માથાકુટ કરનાર ગુજસીટોકના આરોપી માજીદ ભાણુ અને તેના સાગરીતો સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહિલ ઉર્ફે ભુરો સહિતના 12 જેટલા શખ્સોએ તોડફોડ કર્યાબાદ આ મામલે પોલીસને જાણ થતાં પેટ્રોલીંગમાં રહેલા કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, અને તોફીકભાઈ મધરા જામનગર રોડ ઉપર સાંઢિયાપુલ પાસે આરોપીને પકડવા ગયા ત્યારે માજીદ ભાણુ સહિતના ટોળાએ બન્ને પોલીસમેન ઉપર હુમલો કર્યો હતો અને સ્કૂટરમાં તોડફોડ કરી હતી.

જે મામલે પોલીસે ગુનો નોંધી 12 જેટલા આરોપીઓની શોધખોળ કરી હતી. તેમાં જે તે વખતે પોલીસે માજીદ રફીક ભાણુના સાગરીત સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા, સમિર બસીર શેખ અને અસરફ શિવાણી તેમજ અન્ય એક સાગરીત સહિત પાંચની ધરપકડ કરી હતી. આ મામલે સુત્રધાર માજીદ સહિતના શખ્સો ફરાર હોય જેને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ અને પ્રનગર પોલીસની ટીમ તપાસ ચલાવી રહી હોય આ મામલે ચાર બાળ આરોપી તેમજ સુલેમાન દલ નામના શખ્સની ધરપકડ કરી છે. આ પાંચની ધરપકડ સાથે કુલ ધરપકડનો આંક 10 થયો છે. સુત્રધાર માજીદ ભાણુ હજુ સુધી પોલીસ પકડથી બહાર છે. જેને શોધવા પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *