ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વૈશ્વિક અસરો જોવા મળી રહી છે, જેમાં રાજકોટના 47 જેટલા પ્રવાસીઓ દુબઈ અટવાયા હતા. જોકે, વહીવટી તંત્રના સતત સંપર્ક અને એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર પુન: શરૂૂ થતા આ ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે.
યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડિઝાસ્ટર વિભાગ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂૂમ અને હેલ્પલાઇન શરૂૂ કરવામાં આવી હતી. વિદેશમાં ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારોએ આ હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદની વિનંતી કરી હતી.
રાજકોટ ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર કુલ ફસાયેલા લોકો 47 ગયા હતા હતા જેમાં કેટલાક લોકો બિઝનેસના કામે તો કેટલાક પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. એરપોર્ટ પર કામગીરી શરૂૂ થતા 20 લોકો સુરક્ષિત રીતે રાજકોટ પરત ફરી ચૂક્યા છે. બાકી રહેલા અન્ય મુસાફરો પણ આગામી 2 થી 3 દિવસમાં રાજકોટ આવી પહોંચશે તેવી શક્યતા છે.
