તું ઘર ખાલી કરીને જતો રહેજે નહીં તો તારી પત્નીને છરીના ઘા ઝીંકી દઇશ, યુવાનને પાડોશીની ધમકી

  શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરમા રહેતા પરીવારને દારૂની બાતમી આપ્યાની શંકાએ પાડોશીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બારીના કાચ ફોડી નાખતા માલવીયાનગર પોલીસ મથકમા…

 

શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરમા રહેતા પરીવારને દારૂની બાતમી આપ્યાની શંકાએ પાડોશીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બારીના કાચ ફોડી નાખતા માલવીયાનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે આરોપીને સકંજામા લઇ કાયદાનુ ભાન કરાવવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ લક્ષ્મીનગર શેરી નં 6 મા રહેતા જયેશ ચુનીભાઇ મારડીયા નામના 37 વર્ષના યુવાને તેના પાડોશમા રહેતા મહીરાજસિંહ દરબાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે જેમા તેમણે જણાવ્યુ હતુ કે તેઓના પત્ની હાલ ગર્ભવતી છે.

ગઇ તા 7 ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ત્યા બંધ શેરીમા રહેતો મહીરાજસિંહ દરબાર તેમના ઘરે બારી પાસે આવી અને દેકારો કરવા લાગ્યો હતો અને તે કહેતો હતો કે તારી પત્નીએ મારા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમા હુ દારૂ વેચી છું તેવી ખોટી માહીતી કેમ આપે છે તેમ કહી ઉશ્કેરાઇ ગયો હતો અને બારીના કાચ ધુંબા મારી તોડી નાખ્યા હતા. તેમજ ઘરની ડેલીને પણ પાટુ મારવા લાગ્યો હતો.
તેમજ આરોપીએ જતા જતા ધમકી આપી કે તુ આ ઘર ખાલી કરીને જતો રહેજે નહીંતર તને અને તારી પત્નીને છરીના ઘા મારી દઇશ. જેથી દંપતી ડરી જતા તુરંત પોલીસ મથકે પહોંચી મહીરાજસિંહ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ મામલે માલવીયા પોલીસ મથકના એએસઆઇ એચ. ટી. પરમાર અને સ્ટાફે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *