કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયા

  કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી…

 

કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેને અગાઉ લીધેલા રૂૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરો તેને હેરાન કરતા હોય અને જેમાં 10 વ્યાજખોરના નામ લખી કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે તેવો ઉલ્લેખ હોય. પ્ર. નગર પોલીસે સ્યૂસાઇડ નોટના આધારે 10 વ્યાજખોર સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

કોઠારિયા ગામે રહેતા અલ્પેશભાઇ કાનજીભાઈ સાકરિયા (ઉ.34)એ તા.28-1ના રોજ રેસકોર્સ પાસે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પ્ર.નગર પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.જેમાં દસ વ્યાજખોર પાસેથી લીધેલા રૂૂપિયા કરતા ડબલ આપી દીધા છે હવે તે થાકી ગયો જો કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે જય માતાજી.

બનાવને પગલે પીએસઆઈ બેલીમ સહિતના સ્ટાફે તપાસ કરી મૃતક કોન્ટ્રાક્ટરના ભાઈ અરૂૂણભાઈ કાનજીભાઈ સાકરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી પંકજ ધોકિયા, યોગેશ પંડયા, ખીમજી પ્રવીણભાઈ પરમાર, જીગ્નેશ જીલકા, તાહેર કાસમ, ભીખુ બાલાસરા, મેસેજ ક્લબવાળો પરાગ ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ગઢવી, વિપુલ ભગવાનજી સહિતના તેના ભાઈને હેરાન કરતા હોય તેના ભાઈએ વીડિયો બનાવી બધી બહેનોને છેલ્લા જય માતાજી કર્યા હોય જે વીડિયો જોતા તે તુરંત રેસકોર્સ પાસે ગયા હતા અને ત્યાંથી હોસ્પિટલે ગયા હતા જ્યાં તેનો ભાઈ બેભાન હોય અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે પોલીસે જણાવેલ કે તમારા ભાઇએ એક સ્યૂસાઇડ નોટ લખી હોય અને તેને વ્યાજવાળા હેરાન કરતા હોય જેથી આ પગલું ભરી લીધાનો ઉલ્લેખ હોય ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.આ અંગે પ્ર.નગર પોલીસબ પીઆઇ ડોબરીયાની રાહબરીમાં પીએસઆઇ બેલીમ અને સ્ટાફે આરોપી પંકજ મોહન, ખીમજી પરમાર, જીગ્નેશ ધીરૂૂ, તાહેર કાસમ અને વિપુલ ભગવાનજીની ધરપકડ કરી હતી અન્ય પાંચ વ્યાજખોરને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *