રાજકોટ શહેરમા સત્યમ પાર્કમા રહેતી આરતી દિનેશભાઇ વાઘેલાએ પોતાની ફરીયાદમા પતિ વિશ્ર્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રહેવર અને સસરા રાજેન્દ્રસિંહ રહેવર (રહે. રાજનગર સોસાયટી, શેરી નં 3) વિરૂધ્ધ જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગમા આરોપીઓએ માથાકુટ કરી કેસ પાછો ખેચી લેવાની ધમકી આપી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
આરતીબેને ફરીયાદમા જણાવ્યુ કે પોતે ઝનાના હોસ્પિટલમા સિકયોરીટી સ્ટાફમા હાઉસ કિપીંગ સ્ટાફ તેમજ હાઉસ કિપીંગ સ્ટાફ સપ્લાય લેબરવર્કનુ કામ કરે છે. તેમજ તેમના માતાનુ નામ જયોતિબેન છે ગઇ તા. 6-12-23 ના રોજ વિશ્ર્વજીતસિંહ રહેવર સાથે પ્રેમસબંધ થતા બંનેએ ર6-4-24 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. વિશ્ર્વજીતસિંહએ તેમના માતા – પિતાને જાણ કરતા તેઓએ આ લગ્ન સ્વીકાર્યા ન હતા અને બંને જણા આરતીબેનના ઘરે તેમની માતા સાથે રહેવા ગયા હતા. ત્યારબાદ પતિ ઉપર જામખંભાળીયાની યુવતીએ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો આ ગુનામા પીડીતા આરતીને ઓળખતી હોય જેથી આ ફરીયાદમા સમાધાન થયુ હતુ. ત્યારબાદ વિશ્ર્વજીતસિંહનો સ્વભાવ બદલાઇ ગયો હતો અને અવાર નવાર ઘરમા ઝઘડો કરી મારકુટ કરતો હતો.
ત્યારબાદ વિશ્ર્વજીતસિંહ તેમના માતા પિતાના ઘરે રહેવા જતો રહયો હતો સાસરીયાઓ સ્વીકારવા તૈયાર ન હોય જેથી આરતીબેને પતિ વિશ્ર્વજીતસિંહ, સસરા રાજેન્દ્રસિંહ, સાસુ હીરાબા અને દીયર હરપાલસિંહ વિરૂધ્ધ ત્રાસ અંગેની મહીલા પોલીસ મથકમા તા. 16-8-24 ના રોજ ફરીયાદ નોંધાવી હતી આ ફરીયાદ અનુસંધાને તા. 10-1-25 ના રોજ સવારે કોર્ટની મુદત હોય જેથી આરતીબેન, તેમના માતા અને સબંધીઓ કોર્ટમા હતા ત્યારે પતિ વિશ્ર્વજીતસિંહે અને સસરા રાજેન્દ્રસિંહે ધમકી આપી હતી કે આ કેસ પાછો લઇ લે નહીં તો જાનથી મારી નાખીશ અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા યુવતીએ યુનિવર્સિટી પોલીસમા એટ્રોસીટી સહીતની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.