ગુજરાત સરકાર નવા પગલાં અને નીતિઓ રજૂ કરીને રાજ્યમાં ક્ધયા કેળવણીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. મહિલા સાક્ષરતા દર વધારવા અને શાળા છોડવાના દરને ઘટાડવા માટે જાગૃતિ અભિયાનો, યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચી રહ્યા છે.
દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે. સાથે સાથે જામકંડોરણા સહિત ગુજરાતભર માં દારૂૂની હેરાફેરી કરવામાં પણ પુરુષોની ઓવર ટેક કરી રહી છે. આ દારૂૂના ધંધાર્થીઓ સાથે જોડાયેલી મહિલાઓ પોલીસને મ્હાત આપવા ચાલાકી અને લુચ્ચાઈની તમામ સિમાડા વટાવી ચુકી છે. દારૂૂના ધંધામા હાલ આગળ વધી રહી છે ત્યારે ગઈકાલે જામકંડોરણા તાલુકાના થોરાળા ગામે થી એક દારૂૂ વેચવા જતી મહિલાને જામકંડોરણા પોલીસ ઝડપી લીધી હતી આવો જ કિસ્સો જામકંડોરણા પોલીસ સ્ટેશન બીજો નોંધાયો.
જે હતો જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામમાં 16 દેશી દારૂૂ ની પોટલી સાથે મહિલા ને ઝડપાઇ હતી આ બંન્ને મહિલા પર પ્રોહી કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હવે દારૂૂ નો વેપલો મહિલાઓએ સંભાળી લીધો છે. દારૂૂ ના ધંધા જોડાયેલી મહિલાઓ પોલીસ થી ડરતી નથી પોલીસ મહીલા પર કેસ કરે જામીન પર છુટ્યા બાદ ફરી થી દારૂૂ નો ધંધો શરૂૂ કરી દે.
પોલીસ તેમને મારઝુડ પણ કરી શકતી નથી ગરીબ નાં રોદણાં રડી ને આ ધંધો બંધ કરીએ તો બાલ બચ્યાને શું ખવડાવવું ? જેવી દલીલોથી પોલીસ પણ લાચાર બનાવી દે છે. હવે આ દારૂૂના ધંધાનો અંત શું હશે ઈ તો મારો રામ જાણે સરકાર ગુજરાત ની દારૂૂબંધી વિષે ભલે બણગાં ફુંકે પરંતુ નરી વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળે છે.